JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

27 March 2025

ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યાસહાયકની ભરતી, શિક્ષક ભરતી, વિદ્યાસહાયક ભરતી, મેરીટ લિસ્ટ જાહેર, કટ ઓફ, કટ ઓફ,

 




🔥ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યાસહાયકની ભરતી:


👉  ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યાસહાયકની ભરતી જાહેરાત વર્ષ:૨૦૨૫


👉 ઉમેદવારો માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે Click Here 





નામ. વડી અદાલતમાં દાખલ થયેલ WPIL ૪૬/૨૦૨૩ ઉપર તા.૧૩/૦૩/૨૦૨૪, તા.૦૨/૦૮/૨૦૨૪ તથા તા.૦૪/૧૦/૨૦૨૪ ના ઓરલ ઓર્ડર અન્વયે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તા. ૧૧/૧૧/૨૦૨૪ ના પરિપત્રથી દિવ્યાંગજનો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનોની ભરતી યોજવા સુચનાઓ પરિપત્રિત કરેલ છે. જે અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા તા.૦૭/૦૨/૨૦૨૫ ના પત્રથી રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષક માટે દિવ્યાંગ વ્યક્તિઓની ઘટને ખાસ ભરતી કરવા મંજૂરી આપવામાં આવેલ છે. જે અન્વયે સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૭/૦૯/૨૦૨૧ તથા તા.૨૦/૧૧/૨૦૨૪ ના ઠરાવ મુજબ જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વિભાગના તા.૧૮/૦૧/૨૦૨૨ અને તા. ૧૪/૧૨/૨૦૨૨ના ઠરાવથી નિયત થયેલ દિવ્યાંગતા ધરાવતાં ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યાસહાયક ભરતી વર્ષ ૨૦૨૫ ની સીધી ભરતીથી નિમણૂંક માટે મેરીટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ના ઠરાવ તેમજ વખતો વખતના સુધારા ઠરાવથી નિયત થયેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાતની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના તા.૨૦/૦૧/૨૦૧૭ ના જાહેરનામાના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે પાત્રતા ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.



દિવ્યાંગતાના જૂથ-C માં જરૂરિયાત કરતાં વધારે દિવ્યાંગજનો હાલ કાર્યરત હોઈ તે ઉમેદવારો હાલ ઉમેદવારી કરી શકશે નહી. સામાન્ય વહીવટ વિભાગના તા.૨૦/૧૧/૨૦૨૪ ના ઠરાવની જોગવાઈ મુજબ આ ભરતીને પ્રથમ ભરતી પ્રસંગ ગણવાનો રહેશે જો આ ભરતીના અંતે દિવ્યાંગતાના જૂથ -C સિવાયના અન્ય દિવ્યાંગતાના જૂથમાં જગ્યાઓ ખાલી રહેશે તો સદર ઠરાવની જોગવાઈ મુજબ બીજા ભરતી પ્રસંગે ઉમેદવારી કરી શકશે.


 


જાહેરાતમાં માત્ર કુલ જગ્યાઓ દર્શાવેલ છે જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ થતાં પહેલાં વિભાગવાર, વિષયવાર અને દિવ્યાંગતાના જૂથવાર જગ્યાઓ વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. શિક્ષણ વિભાગના તા.૨૫/૦૩/૨૦૨૫ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ફક્ત દિવ્યાગજનો માટે આપવાની થતી વિદ્યાસહાયક ભરતી - ૨૦૨૫ ની જાહેરાત માટે વર્ષ ૨૦૨૩ અને અગાઉની તમામ ટેટ-૧ અને ટેટ-૨ પરીક્ષાના પ્રમાણપત્રો માન્ય રાખવામાં આવશે.


(૧) ભરતી અંગેનું ઓન-લાઈન અરજી પત્રક વેબસાઇટ https://Vsb.dpegujarat.in ઉપર તા.૦૧/૦૪/૨૦૨૫ સવારના ૧૨:૦૦ કલાકથી તા.૧૦/૦૪/૨૦૨૫ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે. 

 


(૨) શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વયમર્યાદા, વચમર્યાદામાં છુટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકારકેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો/પરિપત્રો ઉપરોક્ત વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે.


(૩) સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા.૧૧/૦૪/૨૦૨૫ ના રોજ ૧૭.૦૦ કલાક સુધી છે. (જાહેર રજાના દિવસ સિવાય)


🔥 Official website Click Here






આભાર.

No comments:

Post a Comment