જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)" માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત "જ્ઞાન સહાયક (પ્રાથમિક)" ગુજરાતી માધ્યમની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે.
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની ગુજરાતી માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓ, કમિશનરશ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની નિયામકશ્રી અનુસુચિત જાતિ કલ્યાણ અને નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજયની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ (આશ્રમશાળાઓ) શાળાઓમાં "જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)" માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત "જ્ઞાન સહાયક (પ્રાથમિક)" ગુજરાતી માધ્યમની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી ઓ મંગાવવામાં આવે છે.
ઉપરોકત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઇન અરજી કરવાની તારીખ સુધીની રહેશે.
ઉમેદવારે માટે નીચે જણાવેલ વેબસાઇટ પર જઇ ઓન-લાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉકત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહી. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહી.
ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઇ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
ઓનલાઇન અરજી કરવા માટે Click Here
Advertisement જાહેરાત Click Here
Administrative Instructions
(જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક) કરાર આધારિત ભરતી અંગેની જાહેરાત અન્વયે સુચનાઓ) Click Here
How to fill Application Form - User Manual જ્ઞાન સહાયક (પ્રાથમિક) અરજી માર્ગદર્શિકા Click Here


No comments:
Post a Comment