Join WhatsApp Group Click Here
Join TET/TAT Group Click Here
Join Telegram Channel Click Here
61. જલિયાવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો ?
જવાબ : જનરલ ડાયરે
62. ‘કૈસરે હિન્દ' ઇલકાબ કોણે ત્યજી દીધો ?
જવાબ : ગાંધીજીએ
63. 'નાઈટહૂડ' ની પદવી કોણે અંગ્રેજ સરકારને પાછી આપી દીધી ?
જવાબ : રવીન્દ્રનાથ ટાગોરે
64. કયો તહેવાર હોવાથી જલિયાવાલા બાગમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા ?
જવાબ: વૈશાખીનો
65. ગાંધીજીએ અસહકારનું આંદોલન ક્યારે શરુ કર્યું હતું ?
જવાબ : ઈ.સ. 1920 માં
66. અસહકાર આંદોલનના મુખ્ય પાસા કેટલા હતા?
જવાબ : 2
67. કયા આંદોલન દરમિયાન પ્રિન્સ ઓફ વેલ્સ ભારત આવ્યા હતા ?
જવાબ : અસહકારના આંદોલન દરમિયાન
68. આંધ્ર પ્રદેશના ગંતુર જિલ્લામાં કયો સત્યાગ્રહ થયો હતો ?
જવાબ : વન સત્યાગ્રહ
69. કયા ગામમાં બનેલા હિંસક બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ઼ રાખવાની જાહેરાતકરી ?
જવાબ : ચૌરીચૌરા
70. અસહકારના આંદોલન દરમિયાન ઉત્તર પ્રદેશના ગોરખપુર પાસેના ચૌરીચૌરા બનેલા હિંસક બનાવામાં કેટલા પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા ?
જવાબ : 22
71. મોતીલાલ નેહરુ અને ચિત્તરંજનદાસ મુનશીએ કયા પક્ષની સ્થાપના કરી ?
જવાબ : સ્વરાજ પક્ષ
72. સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું ?
જવાબ : 7
73. ભારતમાં સાયમન કમિશનનો બહિષ્કાર કરવામાં આવ્યો કારણ કે.......
જવાબ : તેમાં એકપણ ભારતીય પ્રતિનિધિ ન હતો
74. લાહોરમાં સાયમન કમિશનના શાંત વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા લાઠી ચાર્જથી કોનું અવસાન થયું હતું ?
જવાબ : લાલા લજપતરાય
75. ક્રાંતિકારીઓએ લાલા લજપતરાય પર લાઠી ચાર્જનો આદેશ આપનાર કયા અંગ્રેજ પોલીસ અધિકારીની હત્યા કરી ?
જવાબ : સાન્ડર્સની
76. સાયમન કમિશન નિષ્ફળ જતા કયા હિન્દી વજીરે બધા પક્ષોને માન્ય બંધારણ ઘડી આપવા આહવાન આપ્યું?
જવાબ : બકર્નહેડે
77. હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ કોની અધ્યક્ષતામાં નેહરુ કમિટીનું ગઠન કર્યું ?
જવાબ : મોતીલાલ નેહરુ
78. નેહરુ અહેવાલમાં ભારતને કયા પ્રકારનું સ્વરાજ આપાવાની મંગની કરવામાં આવી હતી ?
જવાબ : સ્થાનિક સ્વરાજ
79. બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો ?
જવાબ : ઈ.સ.1928 માં
80. કયા સત્યાગ્રહમાં “ના કર" ની લડત કરવામાં આવી હતી ?
જવાબ : બારડોલી
81. કયા નેતાને લોકોએ સરદારનું બિરુદ આપ્યું હતું?
જવાબ : વલ્લભભાઈ પટેલ
82. કયા નેતા પૂર્ણ સ્વરાજના આગ્રહી હતા ?
જવાબ : જવાહરલાલ નેહરુ
83. કોની અધ્યક્ષતામાં મળેલા કોન્ગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો?
જવાબ : જવાહરલાલ નેહરુ
84. કયા સ્થળે મળેલા કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ?
જવાબ : લાહોર
85. લાહોર ખાતે મળેલા કોંગ્રેસના અધિવેશનના ઠરાવના આધારે ક્યા દિવસને પ્રતિ વર્ષે પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું ?
જવાબ : 26 જાન્યુઆરીના દિવસને
86. કયા ક્રાંતિકારીઓએ મધ્યસ્થ ધારાસભામાં બોમ્બ ફેક્યો હતો ?
જવાબ : ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત
87. બંગાળાના કયા ક્રાંતીકારીએ જેલમાં ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે ઉપવાસ કર્યા હતા ?
જવાબ : જતીન દાસે
88. ગાંધીજીએ ક્યારે જાહેર કર્યું હતું કે તે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા યાત્રા કાઢશે ?
જવાબ : ઈ.સ.1930 માં
89. ગાંધીજીએ કેટલા કિલોમીટર દાંડીયાત્રા કરી હતી?
જવાબ : 370
90. મીઠાના કાયદાનો સવિનય પણે ભંગ કરવા ગાંધીજીએ શું કર્યું હતું ?
જવાબ : દાંડીકૂચ
91. ગુજરાતમાં ધરાસણા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીની ધરપક્ડ થતા સત્યાગ્રહની આગેવાની કોને લીધી ?
જવાબ : અબ્બાસ સાહેબ તૈયબજીએ
93. ગુજરાતમાં ધરાસણા સત્યાગ્રહ દરમિયાન અબ્બાસ સાહેબની ધરપકડ થતા સત્યાગ્રહની આગેવાની કોને લીધી ?
જવાબ : સરોજીની નાયડુ
94. સરહદના ગાંધીનું બિરુદ કોને મળેલ છે ? જવાબ : ખાન અબ્દુલ ગફારખાન
95. ગાંધીજીએ કઈ ગોળમેજી પરીષદમાં હાજરી આપી હતી ?
જવાબ : બીજી
96. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી ?
જવાબ : વિનોબા ભાવે
97. મુંબઇમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિએ હિન્દ છોડોનો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કર્યો ?
જવાબ : 8 મી ઓગસ્ટ 1942 ના રોજ
98. સુભાષચન્દ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો ?
જવાબ : 23 જાન્યુઆરી 1897 માં
99. સુભાષચન્દ્ર બોઝનો જન્મ ઓડીસા રાજ્યના કયા શહેરમાં અઠયો હતો ?
જવાબ : કટક
100. સુભાષચન્દ્ર બોઝે: કયો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો ?
જવાબઃ ફોરવર્ડ બ્લેક
101. ચલો દિલ્લીનું સૂત્ર કોને આપ્યું હતું ?
જવાબ : સુભાષચન્દ્ર બોઝે
102. સભાષચન્દ્ર બોઝે રચેલી મહિલા લશ્કરી બ્રિગેડને કયું નામ આપવામાં આવ્યું હતું?
જવાબ : લક્ષ્મીબાઈ
103. સુભાષચન્દ્ર બોઝ ક્યારે અવસાન પામેલા માનવામાં આવે છે?
જવાબ : 18 ઓગસ્ટ, 1945
104. મુંબઈમાં ભારતીય નૌસેનાના સૈનિકોએ ક્યારે વિદ્રોહ કર્યો ?
જવાબ : ઇ.સ. 1946 માં
105. કેબીનેટ મિશન કેટલા સભ્યોનું બનેલું હતું ? જવાબ : 3
106. બંધારણ સભાની રચના કરવા માટે ક્યારે ચુંટણીઓ યોજવામાં આવી ?
જવાબ : જુલાઇ 1946 માં
107. વાઈસરોય લોર્ડ વેવેલ પછી વાઇસરોય તરીકે કોની નિમણુક કરવામાં આવી ?
જવાબ : લોર્ડ માઉન્ટ બેટન
108. અખંડ હિંદના બે ભાગલા પડવાનો નિર્ણય કોને કર્યો ?
જવાબ : વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટન
109. અખંડ હિંદના બે ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહે છે ?
જવાબ : માઉન્ટબેટન યોજના
110. માઉન્ટ બેટન યોજના પ્રમાણે હિંદ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો ?
જવાબ : જુલાઇ 1947 માં
No comments:
Post a Comment