JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

14 December 2022

“પીએમ શ્રી” - PM SHRI

 PM SHRI :  “પીએમ શ્રી”

પ્રધાનમંત્રી સ્કૂલ ફૉર રાઇઝિંગ ઇન્ડિયા (PM-SHRI ) 



Join WhatsApp Group Click Here


વડા પ્રધાન શ્રી એ 5 સપ્ટેમ્બર 2022ના શિક્ષક દિવસના અવસરે  “પીએમ શ્રી” (PM SHRI) જાહેરાત કરી હતી. PM SHRI દેશભરમાં શાળાઓ ખોલવામાં આવશે. આને રાઇઝિંગ ઇન્ડિયા માટે પ્રધાનમંત્રી શાળાઓ એટલે કે PM SHRI યોજના હેઠળ વિકસાવવામાં આવશે.  આ કામ તબક્કાવાર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં, 14,500 શાળાઓને પીએમ શ્રી શાળાઓ તરીકે વિકસિત અને અપગ્રેડ કરવામાં આવશે. 

   


➡️PM શ્રી યોજના 2022 થી 2027 સુધી લાગુ કરવામાં આવશે.


➡️આ યોજના પાછળ રૂ. 27,360 કરોડનો ખર્ચ થશે. આમાં કેન્દ્ર સરકાર 18,128 કરોડ રૂપિયા આપશે


પ્રધાનમંત્રી સ્કૂલ ફૉર રાઇઝિંગ ઇન્ડિયા (PM-SHRI ) યોજના સ્કૂલોમાં શિક્ષણ પ્રદાન કરવાનો એક મૉડર્ન અને ટ્રાન્સફૉર્મેટિવ રીત હશે. આ અંતર્ગત એક સર્ચ ઓરિએન્ટેડ એને સારી શિક્ષણ સીખવાની રીત પર જોર આપવામાં આવશે. સ્માર્ટ ક્લાસરૂમ, રમત અને અન્ય આધુનિક ઇન્ફ્રા પર પણ ધ્યાન આપવામાં આવશે.



 ⭐PM Shri Schoolની વિશેષતાઓ


➡️PM SHRI Scheme: પીએમ શ્રી યોજના અંતર્ગત દરેક બ્લૉકમાં બે સ્કૂલોને કરવામાં આવશે અપગ્રેડ.


➡️ મોડેલ સ્કૂલો હશે જે સંપૂર્ણપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) સાથે સુસંગત હશે. તેમને કેન્દ્ર તરફથી ભંડોળ મળશે.


➡️પીએમ શ્રી શાળાઓને સંપૂર્ણ રીતે આધુનિક બનાવવામાં આવશે. શાળાની ઇમારતોને પણ અપગ્રેડ કરવામાં આવશે. આને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અનુસાર મોલ્ડ કરવામાં આવશે.


➡️પીએમ શ્રી શાળાઓ માટે નવી ઇમારતો બનાવવાને બદલે જૂની સરકારી શાળાઓને અપગ્રેડ કરવામાં આવશે, જેનો ખર્ચ સરકાર ઉઠાવશે.


➡️આ શાળાઓમાં માત્ર સ્માર્ટ ક્લાસરૂમ જ નહીં, સાથે-સાથે કોમ્પ્યુટર લેબથી લઈને લેબોરેટરીઓ, લાઈબ્રેરીઓ અને અન્ય સ્થળોએ નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.


➡️આ શાળાઓમાં, વધુ ને વધુ પ્રાયોગિક, પરિવર્તનશીલ અને સર્વગ્રાહી એટલે કે સર્વાંગી વિકાસ/સંકલિત પદ્ધતિ (જેમાં તમામ પ્રકારની ઇન્ડોર, આઉટડોર પ્રવૃત્તિઓ હશે) શિક્ષણ, શીખવા માટે અપનાવવામાં આવશે.


➡️આ શાળાઓમાં ડિસ્કવરી ઓરિએન્ટેડ અને લર્નિંગ સેન્ટ્રીક ટીચિંગ મેથડ લાગુ કરવામાં આવશે. એટલે કે, તે એવી રીતે શીખવવામાં આવશે કે, બાળકોમાં નવી વસ્તુઓ શીખવાની અને શોધવાની ક્ષમતાનો વિકાસ થાય. નહી કે ગોખવાની. રમત-ગમતમાં શિક્ષણ અને રમકડાં આધારિત શિક્ષણ આપવામાં આવશે.


➡️આ શાળાઓને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ રમત-ગમતની સુવિધાઓમાં પણ ટોપ બનાવવામાં આવશે. દરેક લોકપ્રિય રમતો, રમતો શીખવાની, રમવાની તકો હશે.


➡️પીએમ શ્રી શાળાઓમાં આર્ટ રૂમ પણ હશે. એટલે કે બાળકોના વ્યક્તિત્વમાં સર્જનાત્મકતા અને કલાનો પણ બાળપણથી જ વિકાસ થશે.


➡️આ શાળાઓને ગ્રીન સ્કૂલ તરીકે વિકસાવવામાં આવશે. તેમના કેમ્પસને એવી રીતે તૈયાર કરવામાં આવશે કે, પાણીના સંરક્ષણથી લઈને કચરાના રિસાયક્લિંગ સુધી, વીજળીની બચતનું ધ્યાન રાખવામાં આવશે.


➡️PM Shri શાળાઓનો અભ્યાસક્રમ એવો હશે કે, તે બાળકોમાં ઓર્ગેનિક જીવનશૈલીને પ્રોત્સાહન આપી શકે.



No comments:

Post a Comment