JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

15 December 2022

સરદાર વલ્લભભાઈ પટેલ

15 ડિસેમ્બર 1950: ભારત રત્નથી સન્માનિત દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનું નિધન.


         સરદાર વલ્લભભાઈ પટેલ (૩૧ ઓક્ટોબર ૧૮૭૫ - ૧૫ ડિસેમ્બર ૧૯૫૦) ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમજ એના દ્રઢ મનોબળ ના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે.


➡️ જન્મ: 31 ઓકટોબર, 1875


➡️ જન્મભૂમિ: નડીયાદ (ગુજરાત)


➡️ કર્મભૂમિ: કરમસદ


➡️ પુરુનામ : સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ 


➡️ પિતા : ઝવેરભાઈ પટેલ 


➡️ માતાઃ લાડુબાઈ પટેલ


➡️ પત્ની : ઝવેરબા


➡️ પુત્ર: ડાહ્યાભાઈ


➡️ પુત્રી: મણીબહેન


➡️ મૃત્યુઃ 15 ડિસેમ્બર, 1950– મુંબઈ (મહારાષ્ટ્ર)


➡️ ઉપનામઃ સરદાર, લોખંડી પુરુષ, ભારતના બિસ્માર્ક, અખંડ ભારતના શિલ્પી,


➡️ મેટ્રીક શિક્ષણ વડોદરા ખાતે લીધેલ.  


➡️ વકીલાતની શરૂઆત ગોધરા શહેરથી કરી હતી.


➡️ 1913 – અમદાવાદમાં વકીલ તરીકે કારકિર્દીનો પ્રારંભ


➡️ 1917 – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ બન્યા. 


➡️ 1918 – ખેડા સત્યાગ્રહનું સંચાલન


➡️ 1928 – બારડોલી સત્યાગ્રહનું સફળ સંચાલન કર્યું. બારડોલીની બહેનો દ્વારા 'સરદાર'નું બિરુદ આપવામાં આવ્યું.


 ➡️ 1931 – INC ના કરાંચી અધિવેશનના અધ્યક્ષ


➡️ 1946 – વચગાળાની સરકારમાં ગૃહ, માહિતી અને પ્રસારણ મંત્રી ૭ વલ્લભભાઈ પટેલ બંધારણ સભાની મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યુંક સમિતિના અધ્યક્ષ હતા.


➡️ વલ્લભભાઈ પટેલને ''આધુનિક અખિલ ભારતીય સેવાના પિતા" તરીકે ઓળખવામાં આવે છે.


➡️ 1947 – આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં ગૃહ, માહિતી અને પ્રસારણ મંત્રી. 


➡️ 15 ડિસેમ્બર, 1950 – મુંબઈમાં અવસાન.


➡️1991– ભારત રત્ન

No comments:

Post a Comment