JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

07 December 2023

Gyan Sahayak Bharti, જ્ઞાન સહાયક ભરતી, જ્ઞાન સહાયક (ઉચ્ચત્તર માધ્યમિક) ભરતી, જ્ઞાન સહાયક ન્યૂઝ, મેરીટ, જ્ઞાન સહાયક Cutoff, જગ્યાઓ ,

 





👉 જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) પ્રોવિઝનલ મેરીટ યાદી જાહેર.

યાદી જોવા માટે Click Here




⭐ Gyan Sahayak Bharti, જ્ઞાન સહાયક (ઉચ્ચત્તર માધ્યમિક) ભરતી જાહેર.

 


શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)" માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)”ની જગ્યાના કરાર બાબત.


માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત 'જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)''ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.


ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવારે ઓન-લાઈન અરજી http://gyansahayak.ssgujarat.org વેબસાઈટ પર જઈ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબસાઈટ પર મૂકેલ ઉકત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહી. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

 

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફસ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.


ઓન-લાઈન અરજી કરવાની તારીખઃ 08/12/2023 (14:00 કલાક થી શરૂ) 


ઓન-લાઈન અરજી કરવાની છેલ્લી તારીખઃ 17/12/2023  (23:59 કલાક સુધી)






⭐ Gyan Sahayak Bharti, જ્ઞાન સહાયક (ઉચ્ચત્તર માધ્યમિક) ભરતી જાહેર.


ડાઉનલોડ કરવા માટે Click Here 

 




👉 ઓન-લાઈન અરજી કરવા માટે Click Here 


No comments:

Post a Comment