JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

09 December 2022

હોમાય વ્યારાવાલા જન્મજયંતિ

 

હોમાય વ્યારાવાલા:


👉ભારત દેશના પ્રથમ મહિલા વ્યવસાયિક તસ્વીર પત્રકાર (ફોટો જર્નાલિસ્ટ) હતા.

જન્મ: ૯ ડિસેમ્બર ૧૯૧૩, નવસારી
મૃત્યુ: ૧૫ જાન્યુઆરી ૨૦૧૨, વડોદરા


              ઇ.સ. ૧૯૧૩માં ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાના મુખ્ય મથક એવા નવસારી શહેરમાં મધ્યમવર્ગીય પારસી પરિવારમાં જન્મેલાં હોમાયબાનુ વ્યારાવાલાએ મુંબઈ ખાતે બોમ્બે યુતિવર્સિટીમાં સર જે. જે. કોલેજ ઓફ આર્ટ ખાતે અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ, ઇ. સ. ૧૯૩૮માં ફોટોગ્રાફીના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. એ સમયમાં કેમેરા જેવા ઉપકરણને એક આશ્ચર્ય તરીકે માનવામાં આવતું હતું. વળી એના ઉપર એક મહિલા દ્વારા આ ક્ષેત્રમાં પ્રવેશ કરવાનું ખુબ અચરજ પમાડે એવી બાબત હતી. એમણે ઇ. સ. ૧૯૭૦માં વ્યવસાયિક ફોટોગ્રાફીમાંથી નિવૃત્તિ લીધી હતી.

          ઇ.સ. ૨૦૧૧માં એમને ભારત સરકાર તરફથી પદ્મવિભૂષણ પુરસ્કાર વડે સમ્માનિત કરવામાં આવ્યા હતા. હોમાયજી એ સમયમાં તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે પોતાનું નિવૃત્ત જીવન વિતાવી રહ્યા હતા. એમનું ૧૫મી જાન્યુઆરી ૨૦૧૨ના રોજ વડોદરા ખાતે ૯૮ વર્ષની વયે અવસાન થયું હતું.

              ગૂગલ કંપની દ્વારા હોમાયજીના ૧૦૪થા જન્મદિન નિમિત્તે ગૂગલ શોધ પર એમનું ડૂડલ મૂકી એમને યાદ કરવામાં આવ્યા. આ ડૂડલને મુંબઈ ખાતેના ચિત્રકાર સમીર કુલવુર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.

No comments:

Post a Comment