Join WhatsApp Group Click Here
સ્વામી વિવેકાનંદ
જન્મ: 12 જાન્યુઆરી 1863 (કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં)
બાળપણ નું નામ: નરેન્દ્રનાથ દત્ત
પિતા: વિશ્વનાથ દત્ત
માતા: ભુવનેશ્વરી દેવી
👉 પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઈકોર્ટમાં એટર્ની હતા
👉 ઈ.સ. 1871 માં ઈશ્વરચંદ્ર વિધાસાગર સંસ્થામાં પ્રારંભિક શિક્ષણ
👉 ઈ.સ. 1980 માં કલકત્તા, પ્રેસિડેન્સ કોલેજ,
👉 નવેમ્બર ૧૮૮૧માં તેની રામકૃષ્ણ પરમહંસ સાથેની તેમની મુલાકાત તેમની જિન્દગીનો સંક્રાન્તિકાળ પુરવાર થઇ હતી.
👉 ઈ.સ. 1881 માં સ્કોટિશ ચર્ચ કોલેજ દાખલ થયા અને ઇ.સ. 1884 માં સ્નાતક પરું કર્યું.
👉 ઓગષ્ટ 1986 માં રામકૃષ્ણ પરમહંસ મૃત્યુ પામ્યા હતા.
👉 ગંગા નદીના કિનારે બારાનગર ખાતે શિષ્યોએ પ્રથમ મઠ સ્થાપ્યો હતો.
👉 આ મઠ, રામકૃષ્ણ પરમહંસના અગ્નિ સંસ્કાર સ્થળથી નજીક હતુ.
👉 1888માં સ્વામી વિવેકાનંદે મઠ છોડ્યો અને સંન્યાસી બન્યા.
👉 તેઓ ફક્ત કમંડલ, કાયા અને તેમના બે પ્રિય પુસ્તકો - શ્રીમદ્દ ભગવદ્ ગીતા અને ધ ઇમિટેશન
ઓફ ક્રાઇસ્ટ લઇને ભારત ભ્રમણ કરવા નીકળ્યા.
👉 મે 1993 માં મુંબઈથી ખત્રી મહારાજાએ આપેલ ‘સ્વામી વિવેકાનંદ' નામ ધારણ કરી, શિકાગો નીકળ્યા. - તેમણે “વેદાંત સોસાયટી ઓફ ન્યૂ થોર્ક (Vedanta society of New York)ની સ્થાપના કરી હતી.
👉 1 મે 1897 ના રોજ કલકત્તા ખાતે વિવેકાનંદે રામકૃષ્ણ મઠ" તો ધાર્મિક કાર્યો માટે સ્થાપના. (રામકૃષ્ણ મિશન)
👉 તેમણે અંતિમ દિવસો બેલુર મઠમાં વિતાવ્યા. અવસાનના દિવસે સવારમાં તેમણે બેલુર મઠ ખાતે કેટલક વિધાર્થીઓને શુક્લ યજુર્વેદ ભણાવ્યો હતો.
👉 4 જુલાઈ 1902 ના રોજ નિધન થયુ.
👉 સ્વામી વિવેકાની 11 સપ્ટેમ્બર 1893 ના રોજ શિકાગોની ધર્મસંસદમાં ગયા હતા. ત્યાં ટૂંકું ભાષણ 472 શબ્દોનું હતું.
તેઓ "અમેરિકાના ભાઈઓ તથા બહેનો" સંબોધન સાથેના તેમના પ્રવચનથી વધુ જાણીતા બન્યા છે. તે ભાષણ દ્વારા તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન ૧૮૯૩માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.
👉 તેઓ યુવાનોને કહેતા 'ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.'
👉 તેઓ એવું પણ કહેતા હતા કે, "પહેલા અન્ન પછી ધર્મ"
👉 "માનવસેવા એ જ પ્રભુ સેવા છે"
રાષ્ટ્રીય યુવા દિવસ
👉 વર્ષ 2023 માં 39મો રાષ્ટ્રીય યુવા દિવસ છે.
👉 સંયુક્ત રાષ્ટ્રસંઘના નિર્ણયાનુસાર ઇ. સ. ૧૯૮૫ના વર્ષને આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ ઘોષિત કરવામાં આવ્યું. આ ઘટનાના મહત્ત્વનો વિચાર કરતાં ભારત સરકાર તરફથી પણ ઘોષણા કરવામાં આવી કે ઇ. સ. ૧૯૮૫થી ૧૨ જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનદ જયંતીનો દિવસ રાષ્ટ્રીય યુવા દિન તરીકે દેશભરમાં સર્વત્ર મનાવવામાં આવશે.
રાષ્ટ્રીય યુવા મહોત્સવ- 2023
National Youth Day 2023: રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં સામેલ થશે 30 હજાર યુવાન, પીએમ મોદી આજે ઉદ્ધાટન કર્યું.
👉 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકના હુબલીમાં 12 જાન્યુઆરીથી શરુ થનારા રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ધાટન કર્યું હતું. મહોત્સવ 16 જાન્યુઆરી સુધી ચાલશે.
👉 યુવા મહોત્સવના ઉદ્ધાટન સમારંભમાં દેશભરમાંથી ત્રીસ હજારથી વધારે યુવકો સામેલ થશે. સ્વામી વિવેકાનંદની જયંતિના અવસર પર દર વર્ષે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા ઉત્સવ આયોજીત કરવામાં આવે છે.
👉 ભારત સરકારના યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
👉 આ 12 થી 16 જાન્યુઆરી દરમિયાન 26મો રાષ્ટ્રીય યુવા મહોત્સવ કર્ણાટક રાજ્યના હુબલી ધારવાડ—ટિવન સીટી ખાતે યોજવામાં આવશે.
👉 આ મહોત્સવ ની થીમ 'વિકસિત યુવા વિકસિત ભારત'
👉 આ મહોત્સવ નો લોગો આપણા રાષ્ટ્રીય ફુલ કમળ થી પ્રેરિત છે અને મહોત્સવ નો શુંભકર 'ચમ્પી ચિક્કા હાથી' છે.
👉 આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ યોગાથોન રહેશે.જે હેઠળ 10 લાખ લોકો એકત્રિત થઈ યોગા કરશે.
👉 કેન્દ્રીય યુવા બાબત અને રમત મંત્રી - અનુરાગ ઠાકુર છે.
No comments:
Post a Comment