JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

24 May 2024

સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત, Gujarat Samras Chhatralay Society, Ahmedabad, Anand, Surat, Rajkot, Bhavnagar, Vadodara, Jamnagar, Bhuj, Himatnagar, Patan, Gandhinagar, Boy and Girl Hostel



સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત.

Gujarat Samras Chhatralay Society




કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ 2024-25નાં શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય માં પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. 

 


કુમાર અને કન્યા છાત્રાલય.


અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ, ગાંધીનગર 


સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ-12ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસકમની ટકાવારી (જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારી)ના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.


(નોંધ: વિદ્યાર્થીએ 50% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.)




અરજી કરવા શરૂ તા. 27/05/2024 (સવારે 11:00 કલાક)


છેલ્લી તારીખ. 20/06/2024 (રાત્રે 11:59 કલાક) 



અરજી કરવા માટે Click Here



SAMRAS HOSTEL HELP MANUAL (ફોર્મ કઈ રીતે ભરવું એ માટે સ્ટેપ બાય સ્ટેપ સમજૂતી)

 

PDF Download કરવા માટે Click Here




Different Category - Yes હોય તે છાત્રોએ છાત્રાલય ખાતે રજુ કરવાનું બાહેધરી પત્રક.

ડાઉનલોડ કરવા માટે Click Here 




સમરસ છાત્રાલયો ખાતે સંપર્ક માટે ની ટેલીફોનિક વિગત

ડાઉનલોડ કરવા માટે Click Here 



સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રીન્યુઅલ વિદ્યાર્થીઓએ પણ ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગ્રુપ-2 અને ગ્રુપ-3 ના રીન્યુઅલ વિદ્યાર્થીઓ જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માંગતા હોય તો તેમને ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારીમાં (SP)-Semester Performance Index) 55% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ. જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં 55% કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ. ગ્રુપ-1ના રીન્યુ વિદ્યાર્થીઓ માટે ટકાવારી 50% રહેશે.

 










No comments:

Post a Comment