JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

28 December 2022

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 6 ભાગ - 1

   

Join WhatsApp Group Click Here


Join TET/TAT Group Click Here

Join Telegram Channel Click Here



ધોરણ 8 સામાજિક વિજ્ઞાન, એકમ - 6

સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1885 થી ઈ.સ. 1947)

1. રાષ્ટ્રવાદની ઉત્કટ ભાવનામાં કઈ સમાનતાનો ભાવ રહેલો છે ?

 જવાબ : ભૌગોલિક અને સંસ્કૃતિક 


2. અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિને કારણે ઉધોગ ધંધા પડી ભાંગતા દેશનો કયો વર્ગ બેરોજગાર બન્યો ?

 જવાબ : કારીગર વર્ગ


૩. રાષ્ટ્રવાદના વિકાસમાં કોનો ફાળો અવિસ્મરણીય છે?

જવાબ : જાગ્રત વર્તમાનપત્રોનો


4. વર્નાક્યુલર પ્રેસ એકત કયા વાઇસરોયના સમયમાં પસાર થયો

 હતો ? 

જવાબ : લોર્ડ લીટનના 


5. ઈલ્બર્ટ બીલ કયા વાઇસરોયના સમયમાં પસાર થયું હતું ?

 જવાબ : લોર્ડ રીપનના 


6. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં કયા નિવૃત્ત અંગ્રેજ અમલદારનો ફાળો મહત્વનો છે ?

જવાબ : એ.ઓ.હ્યુમનો 


7. હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યારે મળ્યું હતું?જવાબ: 28 ડિસેમ્બર 1885


8. હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં મળ્યું હતું ? 

જવાબ : મુંબઇમાં

 9. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં કેટલા પ્રતિનિધીઓએ હાજરી આપી હતી ? 

જવાબ : 72


10. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ? 

જવાબ : વ્યોમેશચંદ્ર બેનરજી


 11. બંગાળ બ્રિટીશ એસોસિએશનની સ્થાપના કયા શહેરમાં થઇ હતી ?

 જવાબ : કોલકાતામાં


12. બોમ્બે એસોસિએશનની સ્થાપના કયા શહેરમાં થઇ હતી ? 

જવાબ : મુંબઈમાં 


13. મદ્રાસ નેટિવ સભાની સ્થાપના કયા શહેરમાં થઇ હતી ? 

જવાબ : ચેન્નઈમાં



14. પુના સાર્વજનિક સભાની સ્થાપના કયા શહેરમાં થઇ હતી ? 

જવાબ : પુણેમાં 


15. ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના કયા શહેરમાં થઇ હતી ? 

જવાબ : કોલકાતામાં

16. બંગાળના ભાગલા કયા વાઇસરોયે પાડ્યા હતા?

જવાબ : લોર્ડ કર્ઝને 


17. વાઈસરોય લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા કયા વર્ષમાં પાડ્યા હતા ? 

જવાબ : ઈ.સ. 1905માં


18. કયા વાઇસરોયે ‘ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ અપનાવી હતી ? 

જવાબ : લોર્ડ કર્ઝને


19. બ્રિટીશ સરકારે બંગાળના ભાગલા ક્યારે રદ કર્યા ? 

જવાબ : ઈ.સ. 1911માં


20. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ પ્રણેતા કોણ હતા ? 

જવાબ : વાસુદેવ બળવંત ફડકે


21. કયા બે ચાફેકર ભાઈઓએ અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી ? 

જવાબ : દામોદર અને બાલકૃષ્ણ


22.ઈ.સ. 1900 માં 'મીત્રમેલા' નામની ક્રાંતિકારી સંસ્થા કોને સ્થાપી હતી ? 

જવાબ : વિનાયક સાવરકરે


23. ૧૮૫૭ : પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ પુસ્તક કોને લખ્યું હતું ? 

જવાબ : વિનાયક સાવરકરે

 

24. કોલકાતામાં ‘અનુશીલન સમિતિ” નામની ક્રાંતિકારી સંસ્થાના મુખ્ય નેતા કોણ હતા ? 

જવાબ : બારીન્દ્ર ઘોષ


25. કયા બે ક્રાંતિકારીઓએ ન્યાયાધીશ કિંગ્સફર્ડની હત્યા કરવાની યોજના ઘડી હતી ?              જવાબ : ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ


 26. હિંદુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ સ્વાતંત્ર્ય ચળવળો દરમિયાન કોને પૂરું પાડ્યું હતું ?જવાબ : અશકાક ઉલ્લાખાં અને રામપ્રસાદ બિસ્મિલે  


27. કયા બે ક્રાંતિકારીઓએ કાકોરી ટ્રેન યોજનામાં મુખ્ય ભાગ લીધો હતો ? 

જવાબ : અશકાક ઉલ્લાખાં અને રામપ્રસાદ 

બિસ્મિલે



28. ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ કોણ હતું ? જ્વાબ : દુર્ગાભાભી 


29. કયા સત્યાગ્રહી અલાહાબાદના આલ્ફ્રેડ બાગમાં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં પોતાની જ પિસ્તોલથી શહીદ થયા હતા ? 

જવાબ : ચંદ્રશેખર આઝાદ


30. કયા ક્રાંતીકારીએ લંડનમાં “ઇન્ડિયન હોમરુલ સોસાયટી સ્થાપી હતી?

જવાબ : શ્યામજી કૃષ્ણ વર્માએ

31. શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કયું સામયિક શરુ કર્યું હતું ? 

જવાબ : ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ 


32. શ્યામજી કૃષ્ણ વર્માએ લંડમાં કઇ સંસ્થાની સ્થાપના કરી હતી ? 

જવાબ : ઇન્ડિયન હોમરુલ સોસાયટી


33. શ્યામજી કૃષ્ણ વર્માએ સ્થાપેલી સંસ્થાના કાર્યાલય નું  શું નામ આપ્યું હતું ? 

જવાબ : ઇન્ડિયા હાઉસ


34. અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોને કરી હતી ? 

જવાબ : મદનલાલ ઢીંગરાએ 


35. શ્યામજી કૃષ્ણ વર્મા લંડનથી પેરીસ ગયા બાદ લંડનમાં તેમની કામગીરી કોને સંભાળી ? 

જવાબ : વિનાયક સાવરકરે


36. ઇ.સ.1902 માં મેડમ ભીખાઈજી રુસ્તમ કામાએ લંડનમાં કયું વર્તમાનપત્ર શરુ કર્યું હતું ? જવાબ : વંદે માતરમ 


37. કયા કાંતિકારીએ પેરિસમાં સભાઓ ભરી અંગ્રેજી દમનનો વિરોધ કર્યો હતો ? 

જવાબ : સરદારસિંહ રાણાએ

 

38. માનગઢ હત્યાકાંડ ક્યારે સર્જાયો હતો ? જવાબ : 17 નવેમ્બર 1913 ના રોજ 


39. માનગઢ હત્યાકાંડ ક્યાં સર્જાયો હતો ? 

જવાબ : ગુજરાત- રાજસ્થાન ની સરહદ પર


40. કયા હત્યાકાંડને આદિવાસીઓના બલીદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે ? 

જવાબ : માનગઢ હત્યાકાંડને


41. માનગઢ ડુંગરના આદિવાસી વિસ્તારમાં ભગત ચળવળ કોણ ચલાવતું હતું ? 

જવાબ : ગોવિંદ ગુરુ 


42. ઈ.સ. 1914 માં વ્યારા આદિવાસી આંદોલન કયા જિલ્લામાં થયું હતું ? 

જવાબ : તાપી


43.ઇ.સ. 1922 માં દઢવાવ આદિવાસી અંદોલન સાબરકાંઠાના કયા તાલુકામાં થયું હતું ? 

જવાબ : વિજયનગર


44. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ક્યારે આવ્યા હતા ? 

જવાબ : ઈ.સ.1915 માં 


45. દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા બાદ ગાંધીજીએ કોની પ્રેરણાથી ભારતના મોટા ભાગના ભાગોનો પ્રવાસ કર્યો હતો ? 

જવાબ : ગોપાલ કૃષ્ણ ગોખલે 

46. ગાંધીજીએ ઈ.સ. 1915 માં કયા આશ્રમની સ્થાપના કરી હતી ? 

જવાબ : કોચરબ આશ્રમની 


47. ગાંધીજીના શરૂઆતના સત્યાગ્રહોના પરિણામે તેમને કયા કયા સાથીદારો મળ્યા?

જવાબ : વલ્લભભાઈ પટેલ અને રાજેન્દ્ર પ્રસાદ


 48. ચંપારણ ક્યાં રાજ્યમાં આવેલું છે ? 

જવાબ : બિહારમા


49. 19 મી સદીની શરૂઆતથી જ અંગ્રેજોએ ચંપારણમાં કયા પાકના બગીચા નાવ્યા હતા ? જવાબ : ગળીના


50. ચંપારણમાં ખેડૂતોને જમીન પર માત્ર ગળીની ખેતી કરવાની ફરજ પાડવામાં આવતી હતી, તે કઇ પદ્ધતિ તરીકે ઓળખાતી હતી ? 

જવાબ : તીન કઠીયા


51. ચંપારણમાં ખેડૂતોને  જમીન પર કયા પાકની ખેતીની ફરજ પાડવામાં આવતી હતી ? 

જવાબ : ગળીના


 52.ગાંધીજીએ બિહારમાં કર્યો સત્યાગ્રહ કર્યો હતો? 

જવાબ : ચંપારણ સત્યાગ્રહ


53. ચંપારણના કયા ખેડૂતના આગ્રહથી ગાંધીજી મોતીહારી ગયા હતા ? 

જવાબ : રાજકુમાર શુક્લના


54. ઈ.સ. 1917 માં અંગ્રેજ સરકારે કયા જિલ્લામાં મહેસુલ માફ કરવાને બદલે મહેસુલ ઉઘરાવાનું નક્કી કર્યું ? 

જવાબ : ખેડા


55. “સરકાર આપણી માંગણી ના સ્વીકારે તો આપને મહેસુલ ભરવાનું નથી.” ગાંધીજીએ આ વિધાન ખેડૂતોને કયા સત્યાગ્રહ દરમિયાન કહ્યું હતું ? જવાબ : ખેડા સત્યાગ્રહ


56. ગાંધીજીએ ‘ડુંગળીચોર’નું બિરુદ કોને આપ્યું હતું ? 

જવાબ : મોહનલાલ પંડ્યાને 


57. અંગ્રેજ સરકારે રોલેટ એક્ટ ક્યારે પસાર કર્યો ? જવાબ : ઈ.સ.1919 માં 


58. રોલેટ એક્ટને કાળો કાયદો કોને કર્યો ? 

જવાબ : મહાત્મા ગાંધીએ 


59. જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલો છે ? જવાબ : અમૃતસર


60. જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થતો હતો ? જવાબ : 13 એપ્રિલ, 1919 ના રોજ


🙏"આભાર" 🙏




જગદીશ વાઝા 



No comments:

Post a Comment