⭐ચરણસિંહ ચૌધરી:
આજે તારીખ 23 ડિસેમ્બર, 2022 છે. આજની તારીખે ભારતના 5માં પૂર્વ વડાપ્રધાન ચરણસિંહ ચૌધરીની જન્મજયંતિ પણ છે અને તેમને ખેડૂતોના મસિહા માનવામાં આવે છે. આથી તેમની જન્મજયંતિના માનમાં દર વર્ષે ‘કિસાન દિવસ’ની (kisan diwas) ઉજવણી કરવામાં આવે છે.
૧૭ એપ્રિલ એ આંતરરાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવાય છે.
⭐ચરણસિંહ ચૌધરી:
જન્મ: 23 ડિસેમ્બર 1902માં
જન્મ સ્થળ: નુરપુર, ઉત્તરપ્રદેશ
મૃત્ય: 29 મે 1987, દિલ્લી
પિતા: ચૌધરી મીર સિંહે
પત્ની: ગાયત્રી દેવી (5 ડિસેમ્બર 1905 -10 મે 2002)
પુત્ર: અજીતસિંહ
⭐પરીચય:
ઉત્તરપ્રદેશના મેરઠના નુરપુર ગામે એક મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો.
ચરણ સિંહનો જન્મ જાટ પરિવારમાં થયો હતો.
⭐અભ્યાસ:
1923માં વિજ્ઞાન વિદ્યાશાખામાં સ્નાતકની પદવી મેળવીને તેમણે 1925માં આગ્રા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક પદવી મેળવી હતી. કાયદાશાસ્ત્રમાં તાલીમ મેળવીને તેમણે ગાઝિયાબાદ ખાતે પ્રેક્ટિસ શરૂ કરી હતી.
⭐ વડાપ્રધાન:
➤વડાપ્રધાન તરીકેનો તેનો કાર્યકાળ 28 જુલાઈ, 1979 થી 14 જાન્યુઆરી 1980 સુધીનો હતો.
➤ચરણસિંહ ભારતના પાંચમાં અને વ્યક્તિગત છઠ્ઠા વડાપ્રધાન હતા.
➤તે ભારતના એકમાત્ર એવા વડાપ્રધાન છે જેમણે વડાપ્રધાન પદના કાર્યકાળ દરમિયાન લોકસભામાં ક્યારેય હાજરી આપી ન હતી.
➤વડાપ્રધાન ઉપરાંત તે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી, કેન્દ્રિય ગૃહમંત્રી, કેન્દ્રિય નાણામંત્રી અને નાયબ વડાપ્રધાન જેવા પદ પર પણ તેમણે કાર્ય કરેલ છે.
➤તેના સમાધિ સ્થળને "કિસાનઘાટ" તરીકે પણ ઓળખાય છે.
➤તેમના નામ પરથી "ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટી" અને "ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ" ઉત્તરપ્રદેશમાં આવેલ છે.
⭐ રાજકીય:
➤1937માં તેઓ છપરોલી બેઠક પરથી ઉત્તરપ્રદેશ વિધાનસભામાં ચૂંટાઇ આવ્યા હતા.
➤ત્યાર બાદ 1946, 1952, 1962,1967માં પણ એ મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
➤1946માં ગોવિંદ વલ્લભ પંતની સરકારમાં સંસદીય મંત્રીપદ ઉપરાંત તેમણે મહેસૂલ, તબીબી અને જાહેર આરોગ્ય, ન્યાય, માહિતી, વગેરે વિભાગોમાં કામગીરી કરી હતી.
➤જૂન 1951માં રાજ્યમાં કેબિનેટ મંત્રી બનાવીને તેમને ન્યાય અને માહિતી વિભાગ સોંપવામાં આવ્યા હતા.
➤1952માં ડો.સંપૂર્ણાનંદ પ્રધાનમંડળમાં તેઓ મહેસૂલ અને કૃષિ કેબિનેટ મંત્રી રહ્યા હતા.
➤એપ્રિલ, 1959માં તેમણે મંત્રીપદેથી રાજીનામું આપ્યું ત્યારે મહેસૂલ અને પરિવહન વિભાગનો હવાલો સંભાળી રહ્યા હતા.
➤1960માં શ્રી સી.બી. ગુપ્તાના મંત્રીમંડળમાં તેમણે ગૃહ અને કૃષિમંત્રીપદ સંભાળ્યું હતું.
➤1962-63માં શ્રીમતી સૂચેતા ક્રિપલાની મંત્રાલયમાં ચૌધરી ચરણસિંહે કૃષિ અને જંગલમંત્રી પદ સંભાળ્યું હતું.
➤1965માં કૃષિ વિભાગ ત્યજીને 1966માં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓનો વિભાગ સંભાળ્યો હતો.
➤કોંગ્રેસના ભાગલા પડતાં ફેબ્રુઆરી 1970માં તેઓ કોંગ્રેસના સમર્થનથી બીજી વાર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા.
➤જોકે રાજ્યમાં બે ઓક્ટોબર, 1970ના રોજ રાષ્ટ્રપતિ શાસન અમલી બન્યું હતું.
➤તેઓ ઉત્તરપ્રદેશમાં થયેલા જમીન સુધારણાના શિલ્પી હતી.
➤જમીન સુધારણા વિભાગની રચના અને તેને અંતિમ ઓપ આપવામાં શ્રી ચૌધરી ચરણસિંહની મહત્વની ભૂમિકા રહી.
➤તેમણે કરેલી પહેલને પગલે જ ઉત્તરપ્રદેશમાં મંત્રીઓ દ્વારા મેળવાતા ઉંચા વેતનો અને અન્ય અધિકારો પર કાપ મૂકાયો હતો.
➤મુખ્યમંત્રી હોવાની રૂએ તેમણે ‘લેન્ડ હોલ્ડિંગ એક્ટ, 1960, અમલી બનાવવા સઘન ભૂમિકા અદા કરી હતી.
➤રાજ્યમાં સમાનતાનું વાતાવરણ ઉભું કરવા લેન્ડ હોલ્ડિંગની મર્યાદાને નીચી લાવવા આ કાયદો અમલી બનાવવામાં આવ્યો છે.
➤ચૌધરી ચરણસિંહ સાદગીપૂર્ણ જીવન જીવ્યા હતા અને ફાજલ સમયનો ઉપયોગ વાંચન-લેખન પાછળ કરતાં હતા. ‘જમીનદારી નાબૂદી’, ‘સહકારી ખેતી એક્સ-રે’, ‘ભારતની ગરીબી અને સમાધાન’, ગ્રામીણોની માલિકી અથવા કામદારોની જમીન સહિત અનેક પુસ્તકો અને ચોપાનિયાના તેઓ લેખક રહ્યા હતા.
No comments:
Post a Comment