JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

24 December 2022

24 ડિસેમ્બર-રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

 

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ:

National Consumer Rights Day



         રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસના ઈતિહાસની વાત કરવામાં આવે તો ૨૪ ડિસેમ્બર,૧૯૮૬ના રોજ “ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૧૯૮૬” (Consumer Protection Act, 1986) બિલ પસાર થયું હતું. જેમાં વર્ષ ૧૯૮૭, વર્ષ ૧૯૯૧ અને વર્ષ ૧૯૯૩મા સુધારા બાદ ૧૫ માર્ચ, ૨૦૦૩થી આ નિયમ લાગુ કરવામાં આવ્યો. આ પછી ૦૫ માર્ચ, ૨૦૦૪ થી તેને સંપૂર્ણ રીતે સૂચિત કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ વર્ષ ૨૦૦૦ માં મનાવવામાં આવ્યો હતો.



👉આ સિવાય દર વર્ષે 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. 

👉દર વર્ષે 24મી ડિસેમ્બરે ગ્રાહકોને તેમના અધિકારો વિશે વિગતવાર સમજાવવામાં આવે છે. આ સાથે આ દિવસે વિવિધ જગ્યાએ સેમિનાર યોજીને ગ્રાહકોને જાગૃત પણ કરવામાં આવે છે.



રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસનો ઉદ્દેશ:

                 આ ગ્રાહક સુરક્ષા અધિનિયમનો ઉદ્દેશ ગ્રાહકોને વિવિધ પ્રકારના શોષણ જેવા કે ખામીયુક્ત માલ, સેવાઓમાં ઉણપ અને અયોગ્ય વેપાર વ્યવહાર સામે અસરકારક રીતે રક્ષણ પૂરું પાડવાનો છે. ગ્રાહક સુરક્ષા કાયદો ગ્રાહકોને તેમના અધિકારો આપવા માટે લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ હવે કોઈપણ ગ્રાહક અયોગ્ય વ્યાપારની ફરિયાદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે પહેલાના સમયમાં વ્યાપારી લેવડ-દેવડમાં હેરાફેરી વધારે થતી હતી, જેને ધ્યાનમાં રાખીને આ કાયદો બનાવવામાં આવ્યો હતો. જરૂર પડ્યે ત્યારે ગ્રાહકો તેમને મળેલા આ અધિકારોનો લાભ ઉઠાવી શકે છે. ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ગ્રાહકોને સંરક્ષણનો અધિકાર, માહિતીનો અધિકાર, પસંદ કરવાનો અધિકાર, નિવારણનો અધિકાર, ગ્રાહક શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. આ અધિકારોનો ઉપયોગ કરીને ગ્રાહકો કોઈપણ સમસ્યાનું સમાધાન મેળવી શકે છે.

No comments:

Post a Comment

જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા) ભરતી જાહેર, gyan sahayak advertisement, Gyan sahayak bharti, primary Gyan sahayak bharti, merit, ખાલી જગ્યાઓ, જિલ્લા પસંદગી

  જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જાહેરાત. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્ય...