JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

25 December 2022

National Good Governance Day : 25 ડિસેમ્બર રાષ્ટ્રીય સુશાસન દિવસ

 


National Good Governance Day : 

25 ડિસેમ્બર રાષ્ટ્રીય સુશાસન દિવસ



☛ભારતના પૂર્વ વડાપ્રધાન "અટલ બિહારી વાજપેય"ના જન્મ દિવસને ભારત સરકાર દ્વારા "રાષ્ટ્રીય સુશાસન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.

☛ આ દિવસ ઉજવવાની શરૂઆત 2014 થી કરવામાં આવી છે.



અટલ બિહારી વાજપેય :-


☛ જન્મઃ 25 ડિસેમ્બર, 1921


☛ જન્મ સ્થળ: ગ્વાલિયર મધ્યપ્રદેશ → પિતા: પંડિત કૃષ્ણબિહારી વાજપેઇ


માતા: શ્રીમતી કૃષ્ણાદેવી


અભ્યાસ: વિકટોરિયા કૉલેજ, ગ્વાલિયર(હાલ લક્ષ્મીબાઇ કૉલેજ)ડી.એ.વી. કૉલેજ, કાનપુર(ઉત્તરપ્રદેશ)


મૃત્યુઃ 16 ઓગસ્ટ, 2018, નવી દિલ્લી




➽ ભારતના 10 મા વ્યકિતગત રીતે 11માં વડાપ્રધાન


➽ 1996માં સૌથી ઓછો સમય માત્ર 13 દિવસ વડાપ્રધાન રહેનાર.


➽ અટલ બિહારી વાજપેઇ વડાપ્રધાન તરીકે 3 વખત નેતૃત્વ સંભાળ્યું હતું.


  A) પ્રથમ વખત – 16 મે, 1996થી થી 1 જૂન, 1900


  B) બીજી વખત – 19 માર્ચ, 1998થી 26 એપ્રિલ, 1999


  C) ત્રીજી વખત – 13 ઓકટોબર, 1999થી 22 મે, 2004 સુધી 


➽ મોરારજી દેસાઇની સરકારમાં વિદેશમંત્રી હતા.


➽ અટલ બિહારી વાજપેયી રાજકારણ ઉપરાંત હિંદી કવિ, પત્રકાર અને પ્રખર વકતા પણ હતા.


➽ ભારતીય જનસંઘની સ્થાપનામાં તેમની મહત્વની ભૂમિકા હતી,


➽1968થી 1973 સુધી તેઓ જનસંઘના અધ્યક્ષ રહ્યા હતા. ૭ જનતા સંઘનું નામ બદલી ભારતીય જનતા પાર્ટી કર્યું.


➽ 1980થી 1986 સુધી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહ્યાં.

 

➽ લોકસભામાં 9 વખત રાજ્યસભામાં 2 વખત ચુંટાયા હતા.


➽1957થી 1962 બીજી લોકસભામાં પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાય આવ્યાં હતા.


➽ 1998માં પોખરણ ખાતે ભુગર્ભમાં પાચ અણુ ધડાકાઓનું પરીક્ષણ કરાવ્યું.


➽ 1999 ભારત પાકિસ્તાન વચ્ચે લાહોર બસ સેવાનો પ્રારંભ.


➽ તેમના સમયમાં ઇન્ડિયન એરલાઇસન્સના વિમાન IC-814નું અપહરણ આંતકવાદી મોલાના મસુદ અઝહર જેલમાંથી મુકત


➽ 2001માં સંસદ ભવન ઉપર હુમલો.


➽ 2001 માં શિક્ષણ સુધારા માટે સર્વ શિક્ષા અભિયાન શરૂ કર્યું. 


➽મનમોહનસિંહ અટલ બિહારીને ભારતીય રાજનીતિના ભીષ્મ પિતા તરીકે ઓળખાવ્યા હતા.


➽ 1992-પદ્મ વિભૂષણ


➽ 2015– ભારત રત્ન



⭐ 2018માં અટલ બિહારી વાજપેયીની 94મી જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્લીના સંસદ ભવનના અનેકસી હોલ ''સભાગાર'માં અટલ બિહારી વાજપેયીના ચિત્ર વાળો 100 રૂપિયાનો સિક્કો જારી કર્યો હતો


⭐ આ સિક્કાનું વજન 35 ગ્રામ છે.


⭐ આ સિક્કાની એક તરફ અશોક સ્તંભ અને રૂપિયાનું નિશાન છે.


⭐ અશોક સ્તંભની નીચે દેવનાગરી લીપીમાં સત્યમેવ જયતે લખેલું છે.


⭐જ્યારે બીજી તરફ અટલજીની તસવીર, તેનું નામ અને જન્મ તથા મૃત્યુ તારીખ (1924-2018) લખેલ છે.


✰2015માં અટલ બિહારી વાજપેઇની સાથે મદન મોહન માલવિયાને પણ ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.



👉 ૨૫ ડિસેમ્બરના રોજ ’ગુડ ગવર્નન્સ ડે’ એટલે કે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત ’પ્રશાસનિક સુધારણા આયોગ’ હેઠળ સુશાસન દિવસની દરેક જિલ્લામાં ઉજવણી કરાય છે. તા.૧૯ ડિસેમ્બરથી ૨૫ ડિસેમ્બર સુધી રાજ્યના દરેક જિલ્લામાં ’સુશાસન સપ્તાહ’નું આયોજન કરવામાં આવતું હોય છે. 




સુશાસન દિવસનો હેતુઓ:


- દેશમાં પારદર્શી અને જવાબદેહ શાસન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાથી લોકોને અવગત કરાવવાનું છે. 


- સુશાસન દિવસ લોકોના કલ્યાણ અને યોગ્યતા વધારવા માટે મનાવવામાં આવે છે. 


- આ સરકારી કામકાજ અને દેશના નાગરિકો માટે વધુ પ્રભાવી અને જવાબદેહ શાસન બનાવવા માટે મનાવવામાં આવે છે. 


- ભારતમાં સુશાસનના મિશનને પૂરુ કરવા માટે સારી અને અસરકારક નીતિઓને લાગૂ કરવાનું છે. 


- સુશાસનના માધ્યમથી દેશમાં વિકાસ વધારવાનો છે. 


- સુશાસન પ્રક્રિયામાં તેમને સક્રિય ભાગીદાર બનાવવા માટે નાગરિકોને સરકારની નજીક લાવવું.




Join WhatsApp Group Click Here


Join Telegram Channel Click Here




No comments:

Post a Comment

જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા) ભરતી જાહેર, gyan sahayak advertisement, Gyan sahayak bharti, primary Gyan sahayak bharti, merit, ખાલી જગ્યાઓ, જિલ્લા પસંદગી

  જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જાહેરાત. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્ય...