JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

01 January 2023

મહાદેવભાઈ હરિભાઈ દેસાઈ


Join WhatsApp Group Click Here



Join Telegram Channel Click Here




⭐મહાદેવભાઈ હરિભાઈ દેસાઈ:


         મહાદેવભાઈ હરિભાઈ દેસાઈ (1 જાન્યુઆરી, 1892 - 15મી ઓગસ્ટ, 1942) સ્વતંત્રતા સેનાની અને પ્રખર રાષ્ટ્રવાદી તેમ જ ચરિત્રલેખક, ડાયરીલેખક, અનુવાદક હતા. તેઓ મહાત્મા ગાંધીનાં અંગત મદદનીશ તરીકે વધુ જાણીતા થયા.


જન્મ: જાન્યુઆરી 1, 1892

જન્મસ્થળ: સરસ ગામ (ઓલપાડ)

મૃત્યુ: ઓગસ્ટ 15, 1942, પૂના


માતા: જમનાબેન 

પિતા: હરિભાઈ

પત્ની: દુર્ગાબેન (લગ્ન – 1905)

પુત્ર: નારાયણ દેસાઈ 



અભ્યાસ:

1906- મેટ્રીક (સુરત)

1910- બી. એ – એલ્ફિંસ્ટન કોલેજ , મુંબાઇ

1913- એલ.એલ.બી. – – એલ્ફિંસ્ટન કોલેજ , મુંબાઇ



જીવન:


 દેશસેવા (ગાંધીજી સાથે)

 “ક્વીટ ઈંડિયા” ચળવળ વખતે ધરપકડ

યરવડા જેલમાં મૃત્યુ


☛ તેમનો જન્મ સરસ (મુળગામ દિહેણ), સુરત જિલ્લામાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામોમાં કર્યા બાદ માધ્યમિક શિક્ષણ સુરત અને ઉચ્ચશિક્ષણ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં સંપન્ન કર્યું. બી.એ. એલએલ. બી. થઈ અમદાવાદમાં વકીલાતનો આરંભ કરેલો પણ સફળ ન થતાં સરકારી ખાતામાં જોડાયેલા. ત્યારબાદ ગાંધીજીથી પ્રભાવિત થઈને ૧૯૧૭ થી તેમના અંતેવાસી બન્યા. તેમને સાહિત્ય અકાદમીનો ૧૯૫૫નો પુરસ્કાર અર્પણ થયો હતો.


પુરસ્કારો:

☛ સાહિત્ય અકાદમી પુરસ્કાર (ગુજરાતી) (૧૯૫૫, મહાદેવભાઈની ડાયરી) 



મુખ્ય રચનાઓ:

ડાયરી – મહાદેવભાઈની ડાયરી ભાગ – 1 થી 17

ચરિત્ર લેખન – વીર વલ્લભભાઈ

ઉપરાંત ઈતિહાસ લેખન અને અનુવાદો



☛  1) ‘અંત્યજ સાધુનંદ’ (1925) 

      2) ‘વીર વલ્લભભાઈ’ (1928) 

      3) ‘સંત ફ્રાંસિસ’ (1924) 

      4) ‘બે ખુદાઈ ખિદમતગાર’ (1936)

      5) ‘મૌલાના અબ્દુલકલામ આઝાદ’ (ચંદ્રશેખર શુક્લ સાથે, 1946) 

      6)  ‘એક ધર્મયુદ્ધ’ (1923) (સ્વરાજ આંદોલન નિમિત્તે એમણે લખેલા ગ્રંથો પૈકીમાં અમદાવાદની મિલમજૂરોની લડતનો ઇતિહાસ આલેખાયેલો છે.) 7) ‘બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ’ (1928)

8) ‘ગોખલેનાં વ્યાખ્યાનો’ (1916)  

9) ‘વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકો’ (1936) એમની સ્વાધ્યાયનિષ્ઠાના ઉદાહરણરૂપ છે. (બારમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી આપેલું વ્યાખ્યાન)

10) ‘તારુણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રો’ (નરહરિ પરીખ સાથે, 1937) 

11)‘ખેતીની જમીન’ (માર્તન્ડ પંડ્યા સાથે, 1942) એમના એ વિષયના પ્રકીર્ણ ગ્રંથો છે.


 12) આ ઉપરાંત તેઓ વિશેષ જાણીતા છે એમના ડાયરીલેખનને કારણે. 1948માં ‘મહાદેવભાઈની ડાયરી’ – ભા. 1 પ્રકાશિત થયા પછી ક્રમશઃ 1980માં ભા. 17 પ્રકાશિત થયેલો છે. ખાસ કરીને ગાંધીજીની દિનચર્યા-જીવનચર્યાને આલેખતી આ ડાયરી મહાદેવભાઈની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને ભાવવાહી રસળતી શૈલીની અભિવ્યક્તિશક્તિનું ઉદાહરણ છે.


 1) ‘ચિત્રાંગદા’ (1915), 

2)‘પ્રાચીન સાહિત્ય’ (નરહરિ પરીખ સાથે, 1922), 3) ‘ત્રણ વાર્તાઓ’ (1923) 

4) ‘વિરાજવહુ’ (1924) એમના અનુવાદો છે. 

5) ‘મારી જીવનકથા’ (1936) જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ છે. 

6) ‘ગાંધીજી ઈન ઇન્ડિયન વિલેજીસ’ (1927), 

7) ‘વીથ ગાંધીજી ઈન સિલોન’ (1928), 

8) ‘ધ સ્ટોરી ઑવ બારડોલી’ (1921), 

9) ‘અનવર્ધી ઑફ વર્ધા’ (1953) જેવા એમના અંગ્રેજી ગ્રંથોમાં અંગ્રેજી ભાષા પરના એમના પ્રભુત્વનો પરિચય મળી રહે છે. ઉપરાંત, ગાંધીજીના પુસ્તકોના અને વ્યાખ્યાનોના એમણે કરેલા ઘણા અંગ્રેજી અનુવાદો પણ પ્રકાશિત થયેલા છે.



 મહાત્મા ગાંધીના હનુમાન અને ગણેશ તરીકે ઓળખાતા ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ હતા.


 તેમના પુત્ર નારાયણે (જ. 1924) મહાદેવભાઈનું બૃહત્ ચરિત્ર ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ (1992) રચ્યું છે. 



 1942માં કારાવાસમાં હૃદય બંધ પડવાથી પૂના ખાતે તેમનું અવસાન થયું હતું.



No comments:

Post a Comment