NMMS- National Means-Cum-Merit Scholarship
Join NMMS Exam WhatsApp Group Click Here
NMMS પરીક્ષા ની સંપૂર્ણ માહિતી
.
⭐ N.M.M.S, પરીક્ષા શુ છે ?
N.M.M.S, પરીક્ષા એ કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય, નવી દિલ્હી આયોજિત શિષ્યવૃતિ પરીક્ષા છે, જે દર વર્ષે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવે છે. આ પરીક્ષા ધો. ૮ માં અભ્યાસ કરતા સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિધાર્થીઓ જ આપી શકે છે.
⭐ અભ્યાસક્રમ:
👉 ધોરણ-૭ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન (સંપૂર્ણ અભ્યાસક્રમ)
👉 ધોરણ-૮ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન (પ્રથમ સત્રનો અભ્યાસક્રમ)
⭐ પ્રશ્નપત્ર:
👉 પ્રશ્નપત્ર બે વિભાગમાં હોય છે.
વિભાગ-૧ માનસિક યોગ્યતા કસોટી (MAT)
વિભાગ-ર શાળાકીય યોગ્યતા કસોટી (SAT)
⭐ પ્રશ્નપત્ર સ્વરૂપ:
👉 M.C.Q) પ્રકારના 180 પ્રશ્નો. જેના જવાબ 0.M.R. સીટમાં રાઉન્ડ કરીને પુરવાના હોય છે.
👉 ગુણભાર અને સમય MAT 90 ગુણ 90 મિનિટ
👉 SAT 90 ગુણ (ગણિત 20 ગુણ) (વિજ્ઞાન 35 ગુણ) (સામાજિક વિજ્ઞાન 35 ગુણ) 90 મિનિટ
👉 કુલ 180 ગુણ સમય 3 કલાક
⭐ શિષ્યવૃતિ મેળવવા માટે યોગ્યતા:
👉 આ પરીક્ષામાં મેરિટ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને જ શિષ્યવૃતિ મળવા પાત્ર થાય છે. બાકીના પાસ થયેલ વિધાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવે છે.
👉કેટલી શિષ્યવૃતિ મળે છે ?
આ પરીક્ષામાં મેરિટ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને ધો.૯ થી ૧૨ વર્ષ સુધી દર વર્ષે રૂ. ૧૨૦૦૦/- લેખે ૪ વર્ષના ૪૮૦૦૦/- મળવાપાત્ર છે.
⭐ આવક મર્યાદા :
👉 વાલીની વાર્ષિક આવક ૧,૫૦,૦૦૦ થી વધારે ન હોવી જોઈએ,
⭐ પરીક્ષાનું માધ્યમ :
👉 ગુજરાતી અથવા અંગ્રેજી
⭐પરીક્ષા ફી:
👉 જનરલ અને બક્ષીપંચ વિધાર્થીઓ માટે ૭૦/- રૂપિયા
👉 એસ.સી., એસ.ટી. અને દિવ્યાંગ વિધાર્થીઓ માટે ૫૦/- રૂપિયા
👉 સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે,
⭐ ખાસ નોંધ:
👉 મેરિટ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓનું રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતુ હોવું જરૂરી છે.
👉 વિધાર્થીઓ ધો. ૯ થી ૧૨ સરકારી / ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતો હોવો જરૂરી છે.
👉 વિદ્યાર્થીનું નામ આધાર ડાયસ, બેંક પાસબુક અને આધાર કાર્ડમાં એક સરખુ હોવું જરૂરી છે.
No comments:
Post a Comment