JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

03 June 2023

Gujarat ITI Admission 2023-24

 





⭐ Gujarat ITI Admission 2023-24



👉 સરકારી/ગ્રાન્ટ-ઇન-એઇડ/સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રવેશસત્ર: 2023 




👉 ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામકની કચેરી, ગુજરાત ITI પ્રવેશ 2023 આયોજિત કરવા માટે જવાબદાર રહેશે. તમારે જે જાણવાની જરૂર છે તે મુખ્ય વિગતો અહીં છે:


ગુજરાત ITI પ્રવેશ

👉 પ્રવેશ વર્ષ - 2023-24

👉 પ્રારંભ તારીખ - 24મી મે 2023

👉 ITI પ્રવેશ માટેની છેલ્લી તારીખ 25મી જૂન 2023

👉 સત્તાવાર વેબસાઇટ 

ITIadmission.gujarat.gov.in






👉 સરકારી/ગ્રાન્ટ-ઇન-એઇડ/સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રવેશસત્ર: 2023 માટેનો પ્રવેશ એકશન પ્લાન:



Gujarat ITI Admission 2023 અરજી ફોર્મ:

 

👉 ITI વિશે માહિતી: જો તમે Gujarat ITI 2023 માટે અરજી કરવામાં રસ ધરાવો છો, તો આ સૂચનાઓને અનુસરો:






ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાના તબક્કા:

 

👉 રજીસ્ટ્રેશન અને ફોર્મ ફીલીંગ:


 ઉમેદવારે વેબ સાઇટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.


👉 ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવા માટે તાજેતરમાં છેલ્લા ૫ (પાંચ) વર્ષમાં ધોરણ:૧૦ પાસ થયેલ ઉમેદવારોના ડેટા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર તથા અન્ય બોર્ડ પાસેથી મેળવી, આ ડેટાનો પ્રવેશના હેતુ માટે ઉપયોગ કરવાનો રહેશે, જેથી ઉમેદવારો દ્વારા ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરતા સમયે ધોરણ:૧૦નો બેઠક નંબર એન્ટર કરવાથી તેનું નામ, માર્ક્સ વગેરે ધોરણ:૧૦ની વિગતો ફેચ થશે, બાકીની જરૂરી વિગતોની એન્ટ્રી ઉમેદવારે કરવાની રહેશે. ધોરણ:૭, ૮, ૯ તથા ધોરણ૧૦ના ઉમેદવારોએ અન્ય ફેચ ન થવાના કિસ્સામાં તથા જરૂર જણાયે નામ, માર્ક્સ વગેરેની એન્ટ્રી જાતે કરવાની રહેશે. ઉમેદવાર પોતાના શાળાછોડ્યાના પ્રમાણપત્ર મુજબ SSA CTS UID(૧૮ અક્ષરનો યુનિક આઈ.ડી/ચાઈલ્ડ આઈ.ડી)નો ઉપયોગ કરી પોતાની વિગતો ફેર કરી શકશે. પ્રવેશ સંબંધિત માર્ગદર્શન માટેની વ્યવસ્થા દરેક સંસ્થામાં હેલ્પ સેન્ટરના માધ્યમથી કરવાની રહેશે. 


👉 ફોર્મ પ્રિવ્યુઃ 

ઓનલાઇન ફોર્મની તમામ વિગતો ભરી દીધા પછી "પ્રિવ્યુ" ઓપશન પરથી પ્રિ-ફાઇનલ ફોર્મનું પ્રિવ્યુ જોઈ શકશે.


👉 ફોર્મ એડિટ: 

પ્રિ-ફાઇનલ ફોર્મમાં ભરેલી માહિતી સુધારી શકાશે. સુધાર્યા પછી ઉમેદવાર તેને કન્ફર્મ કરશે.


👉 ઓનલાઈન ફી:

ફોર્મ કન્ફર્મ કર્યા પછી યુપીઆઇ, ડેબીટ/ક્રેડીટ કાર્ડ, નેટ બેંકીંગ અથવા ડીજીટલ માધ્યમથી પૉર્ટલ પર રજીસ્ટ્રેશન ફી રૂા.૫૦/- (અંકે રૂપિયા પચાસ પુરા) ઓનલાઇન ભરવાની રહેશે.

👉 ફોર્મ સબમીટ:

ઉમેદવાર ફોર્મ સબમીટ કરશે જેથી એપ્લીકેશન/ રજીસ્ટ્રેશન નંબર જનરેટ થશે, જે SMS થી ઉમેદવારને મળશે અને બાકીની સમગ્ર પ્રક્રિયા આ એપ્લીકેશન નંબર આધારિત રહેશે, ત્યાર બાદ ઉમેદવારો દ્વારા ફોર્મની પ્રિન્ટઆઉટ મેળવી શકશે. એકવાર ફોર્મ સબમિટ થઇ અને એપ્લીકેશન નંબર બની ગયા બાદ ઉમેદવાર ઓનલાઈન પ્રવેશ ફોર્મ એડીટ કરી શકશે નહી. 


👉 દિવ્યાંગ ઉમેદવારોના પ્રવેશ બાબત:

Vocational Rehabilitation Centre (VRC) દ્વારા હાલની પદ્ધતિની જેમજ સંસ્થામાં જઈ સ્યુટેબિલીટી સટિકિટ આપવામાં આવેશે. ત્યાર બાદ જ ઉપલબ્ધ સીટ પર ઓનલાઇન એડ્મીશન આપવામાં આવશે.


👉 પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ:

સૌ પ્રથમ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની જાણ ઉમેદવારને SMS થી કરવામાં આવશે.

 

👉 મેરીટ નંબર: 

ઉમેદવાર પોતાના લોગ-ઇન અને સર્ચબારમાં પોતાનો મેરીટ નંબર અને માર્ક્સ જોઇ શક્શે, ઉમેદવારને આ યાદીમાં ક્ષતિ જણાય તો તે હેલ્પ સેન્ટર ની મુલાકાત લઈને સુધારો કરી શકશે.


👉 મોક રાઉન્ડ - સમય: 

આ રાઉન્ડ પ્રોવિઝનલ મેરીટ પ્રસિદ્ધ થાય અને ફાઇનલ મેરીટ પ્રસિદ્ધ થાય તે દરમિયાન અથવા ત્યાર બાદ કરી શકાય.


👉 ફાઈનલ મેરીટ લિસ્ટ: 

ત્યારબાદ ફાઈનલ મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે, જેમાં ઉમેદવારનો જનરલ મેરીટ ક્રમાંક તથા કેટેગરી મુજબનો મેરીટ કમાંક રહેશે.


👉 મોક રાઉન્ડ ચોઈસ ફીલીંગ: 

ઉમેદવાર તેની પસંદગીના સ્થળ, વ્યવસાય, સંસ્થા, વગેરે મુજબ તેની પસંદગીની અમર્યાદિત Choice Feeling ભરશે.


👉 મોક સીટ ફાળવણી:

ઉમેદવારના મેરીટ મુજબ તેની પસંદગીની યાદી પૈકી પ્રાયોરીટી મુજબ મોક સીટ ફાળવવામાં આવશે.


👉 હક દાવો:

આ માત્ર મોક રાઉન્ડ છે. જે ઉમેદવારોને ખ્યાલ આવે તે હેતુથી છે. આ સીટ ઉપર ઉમેદવારનો પ્રવેશ

અંગેનો કોઇજ હક દાવો રહેશે નહિ. 


👉 એડમિશન રાઉન્ડ-૧ : ચોઇસ ફીલીંગ:

ઉમેદવાર તેની પસંદગીનું સ્થળ, સંસ્થા, વ્યવસાય વગેરે મુજબ તેની પસંદગીની (Choice Feeling) ચોઇસ ભરશે અથવા અપગ્રેડ કરશે.  


👉 સીટ ફાળવણી:

ઉમેદવારના મેરીટ મુજબ તેની પસંદગીની યાદી પૈકી પ્રાયોરીટી મુજબ એક સીટ ફાળવવામાં આવશે અન

પ્રોવિઝનલ એડમિશન ઓર્ડર જનરેટ થશે. ઉમેદવાર તેને મળેલ સીટ ઓફર ને એકસેપ્ટ અથવા રિજેક્ટ કરી શકશે.


👉 હક જતો કરવો: 

ઉમેદવાર તેને મળેલ સીટ ઓફર રીજેક્ટ કરશે તો આ સીટનો હક જતો કરી નવા રાઉન્ડમાં અપીયર થવાનુ રહેશે.  


👉 પ્રોવિઝનલ એડમિશન ઓર્ડર:

 પ્રોવિઝનલ એડમિશન ઓર્ડર મળ્યા બાદ જે સંસ્થા ખાતે એડમીશન મળેલ હોય તે સંસ્થા ખાતે રૂબરૂમાં પ્રવેશ સંબંધિત તમામ અસલ ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવાની રહેશે તે દરમ્યાન કોઈ ક્ષતિ જણાશે તો પ્રવેશ રદ થવાને પાત્ર ગણાશે જે ઉમેદવારને બંધનકર્તા રહેશે. 

ડોક્યુમેનટની ચકાસણી યોગ્ય જણાયે, જો ઉમેદવાર ફાળવેલ સીટનો સ્વીકાર કરશે તો નિયત સમય મર્યાદામાં કૌશનમની ડીપોઝીટ, ટ્યુશન ફી/સત્ર ફી ઓનલાઇન/ઓફલાઇન ભર્યા બાદ તેનો એડમિશન ઓર્ડર જનરેટ થશે અન્યથા ઉમેદવારનું એડમીશન રદ થશે. 


 

👉એડમિશન રાઉન્ડ-૨ ચોઇસ ફીલીંગ:

એડમીશન રાઉન્ડ-૧માં ભાગ લીધેલ ઉમેદવાર પોતાની સંમતિ વિના એડમિશન રાઉન્ડ-રમાં ભાગ લઇ શકશે નહી. એડમીશન રાઉન્ડ-૧માં ઉમેદવાર તેને પ્રથમ વખતે રજૂ કરેલ choice feeling પસંદગી યાદી માં ફેરફાર કરી શકશે. ત્યાર બાદ ઉમેદવારના મેરીટ મુજબ તેની પસંદગીની યાદી પૈકી એક સીટ ફાળવવામાં આવશે, ઉમેદવારને એડમીશન રાઉન્ડ-રમાં દર્શાવેલ ચોઈસની સીટ પર પ્રવેશ મળશે તો પ્રથમ રાઉન્ડમાં મળેલ પ્રવેશ/સીટ આપોઆપ રદ કરવાને પાત્ર ગણાશે. 

એડમિશન રાઉન્ડ-૨માં ઉમેદવારે પ્રોવિઝનલ ઍડમિશન ઓર્ડર મળ્યા બાદ જે સંસ્થા ખાતે એડમીશન મળેલ હોય તે સંસ્થા ખાતે રૂબરૂમાં પ્રવેશ સંબંધિત તમામ અસલ ડૉક્યુમેન્ટની ચકાસણી કરાવવાની રહેશે તે દરમ્યાન કોઈ ક્ષતિ જણાશે તો પ્રવેશ રદ થવાને પાત્ર ગણાશે જે ઉમેદવારને બંધનકર્તા રહેશે.

ડૉક્યુમેન્ટની ચકાસણી યોગ્ય જણાયે, જો ઉમેદવાર ફાળવેલ સીટનો સ્વીકાર કરશે તો નિયત સમય મર્યાદામાં કોશનમની ડીપોઝીટ, ટ્યુશન ફી/સત્ર ફી ઓનલાઇન/ ઓફલાઇન ભર્યા બાદ તેનો એડમિશન ઓર્ડર જનરેટ થશે અન્યથા ઉમેદવારનું એડમીશન રદ થશે.


👉 રી-શીંગ રાઉન્ડ:

સંસ્થા કક્ષાએ સીટ કન્વર્ઝન થયા બાદ ઓનલાઈન રાઉન્ડ-૧ અને રાઉન્ડ-૨ માં પ્રવેશ કન્ફર્મ કરાવેલ તથા પ્રવેશ થી વંચિત રહી ગયેલ ઉમેદવાર પોતાની ચોઇસમાં ફેરફાર કરી શકશે તથા સીટ કન્વર્ઝન થયા બાદની બેઠક ઉપર રી-શફલીંગ રાઉન્ડમાં પ્રવેશ મેળવી શકશે. 

 

👉 ઓફલાઇન રાઉન્ડ- ખાલી બેઠકો:

સંસ્થા દ્વારા નોટીસ બોર્ડ ઉપર ખાલી બેઠકોની માહિતી પ્રદર્શિત કરવાની રહેશે. પ્રવેશ ઈચ્છુક ઉમેદવારે ઓનલાઈન ફોર્મ ભરી પસંદગીની સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. સંસ્થાકક્ષાએ મેરીટ મુજબ ખાલી બેઠકો પર સંસ્થા કક્ષાએ ઓનલાઈન / ઓફલાઈન એડમીશન આપવાનું રહેશે.



⭐ મેરિટ યાદી નકકી કરવાની પદ્ધતિ અને અન્ય અગત્યની સુચનાઓ:





⭐ સરકારી/ગ્રાન્ટ-ઇન-એઇડ/સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રવેશસત્ર: 2023 માટેનો પ્રવેશ એકશન પ્લાન:

 

પ્રવેશ એકશન પ્લાન:
ડાઉનલોડ કરવા માટે Click Here 



પ્રવેશ માહિતી પુસ્તિકા ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ / કેન્દ્રો પ્રવેશસત્ર-2023
 

પ્રવેશ માહિતી પુસ્તિકા ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ / કેન્દ્રો પ્રવેશસત્ર-2023
ડાઉનલોડ કરવા માટે Click Here        
                                                                                                                                       
 







No comments:

Post a Comment