JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

06 April 2024

GCAS Admission Process, College Admission Students Admission Registration Process, Gujarat Common Admission Service (GCAS), કૉલેજમાં એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ - GCAS -ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ, યુનિવર્સિટી કોલેજ એડમિશન, GCAS એડમિશન પ્રક્રિયા




શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્યની ૧૫ સરકારી યુનિવર્સિટી અને ૨૫૦૦ થી વધુ સંલગ્ન કૉલેજોમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. કક્ષાના ડિગ્રી અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે.

 

ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ.

Gujarat Common Admission Service (GCAS).


અરજી એક... વિકલ્પ અનેક...


રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં ચાલતા વિવિધ અભ્યાસકમોમાં રેગ્યુલર અને એક્સટર્નલ અભ્યાસ કરવા ઇચ્છતા • વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટે શૈક્ષણિક વર્ષ [2024-25 થી gcas.gujgov.edu.in  પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.



 કૉલેજમાં એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ - GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) લોન્ચ



👉 ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ (GCAS) - જીકેસ પોર્ટલ પર કરવાની થતી કામગીરીના તબક્કા :

👉 ગુજરાત રાજ્યની ૧૪-સરકારી યુનિવર્સિટી કે યુનિવર્સિટી સંલગ્ન સંસ્થા/કોલેજોમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. કક્ષાના ડીગ્રી કોર્સીસમાં પ્રવેશ માટે વિદ્યાર્થીએ જીકેસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જેની પ્રક્રિયા નીચે મુજબ રહેશે.


👉 જીકેસ પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષાઓમાં ઉપલબ્ધ છે.


👉 વિદ્યાર્થીએ https://gcas.gujgov.edu in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.


👉 વિદ્યાર્થીએ પોતાની પ્રાથમિક માહિતી ભરીને મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ રજીસ્ટર કરાવવાના રહેશે. યુઝરનેમ અને પાસવર્ડ વિદ્યાર્થીના રજીસ્ટર્ડ ઈમેલ આઇડી પર અને રજીસ્ટર્ડ કોન્ટેક્ટ નંબર પર મોકલવામાં આવશે.


👉 રજિસ્ટ્રેશનની વધુ જાણકારી માટે:

https://gcasstudent qujgov.edu.in/applicants/QuickRegistration.aspx


👉 વિદ્યાર્થીએ પોતાની બેઝીક પ્રોફાઇલ (Profile) ની માહિતી, શૈક્ષણિક (Academic) માહિતી તેમજ જરૂરી આધારો જેવા કે, શાળા છોડયાનું પ્રમાણપત્ર, માર્કશીટ, જાતિ પ્રમાણપત્ર, આવકનો દાખલો, વિદ્યાર્થીનો સ્કેન કરેલ ફોટોગ્રાફ અને સિગ્નેચર વગેરે લાગુ પડતાં દસ્તાવેજો પોર્ટલ પર અપલોડ કરવાનાં રહેશે.


👉 વિદ્યાર્થી જે ડીગ્રી કોર્સ, યુનિવર્સિટી કે તેને સંલગ્ન સંસ્થા/કોલેજમાં પ્રવેશ લેવા માંગે છે તેની પસંદગી (Choice) કરવાની રહેશે.


 

👉 આ પૉર્ટલને કારણે બારમા ધોરણ પછી વિદ્યાર્થી અને વાલીને આટ્‌ર્સ, કૉમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝના અનેકવિધ અભ્યાસક્રમો છે, અનેક યુનિવર્સિટીઓ છે, અનેક કૉલેજો છે તેમાંથી પોતાની મનપસંદ સંસ્થા અને અભ્યાસક્રમ પસંદ કરવાની વિશાળ તક પ્રાપ્ત થાય છે.


👉 અલગ અલગ જગ્યાએ જઈને લાંબી મુસાફરી, લાંબી પ્રક્રિયામાંથી મુક્તિ મળે છે. અલગ અલગ સંસ્થાઓમાં જે પ્રવેશ ફી ભરવી પડે છે તેમાંથી પણ મુક્તિ મળે છે. GCAS પૉર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એ બે ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેને કારણે માહિતી સરળતાથી મેળવી શકાય અને તમામ વિદ્યાર્થી સરળતાથી ઍપ્લિકેશન કરી શકશે. 


👉 કઇ ૧૪ યુનિવર્સિટીઓમાં આ પોર્ટલ લાગુ પડશે ?

ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડોદરા, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન – IITE, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, શ્રી ગુરૂ ગોવિંદ યુનવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા જુનાગઢ યુનિવર્સિટી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી , ચિલ્ડ્ર્ન્સ યુનિવર્સિટી.


👉 જીકેસ પોર્ટલની રેજીસ્ટ્રેશન ફી (Payment) ₹ ૩૦૦/- ઓનલાઈન માધ્યમથી ચુકવવાની રહેશે.

👉 ભરેલી વિગતોની સમીક્ષા કરી અરજી સબમિટ (final Submit) કરવાની રહેશે.

 

 

⭐ માહિતી માર્ગદર્શિકા (યુજી, પીજી અને પીએચડી માટે).


1) માર્ગદર્શન (સ્નાતકકક્ષાના અભ્યાસક્રમો)



2) માર્ગદર્શન (અનુસ્નાતકકક્ષાના અભ્યાસક્રમો)




3) માર્ગદર્શન (ડોક્ટર ઓફ ફિલોસોફી - પીએચ.ડી.)




⭐ કૉલેજમાં એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ - GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ)

👆 GCAS કોલેજ એડમિશન માટે સંપૂર્ણ માહિતી ડાઉનલોડ કરવા માટે Click Here 

 



👉વિદ્યાર્થીએ website પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટે Click Here

 



No comments:

Post a Comment