જ્ઞાન સહાયક યોજના અંતર્ગત સરકારી તથા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરવા બાબત.
સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં દ્વિતીય સત્ર શરૂ થયેથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય સૂચારુરૂપે ચાલી શકે અને નવું સત્ર શરૂ થયેથી વેકેશન ખુલ્યાના પ્રથમ દિવસથી જ જ્ઞાન સહાયક ઉપલબ્ધ થઈ શકે તે હેતુસર ૧૧ માસના સમયગાળા સુધી જ્ઞાનસહાયકોના કરાર રીન્યુ કરવા અંગેની કામગીરી હાથ ધરવાની રહેશે.
કરાર રિન્યુ
રાજ્યની સરકારી તથા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૦૮/૦૫/૨૦૨૪ના રોજ જ્ઞાન સહાયકોનો કરાર સમાપ્ત થનાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંદર્ભ-૬ના પત્રથી રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે તા.૦૯/૦૫/૨૦૨૪ થી તા.૧૨/૬/૨૦૨૪ સુધી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવેલ હોઈ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે વેકેશન પૂર્ણ થયા બાદ શાળાઓનું નવું સત્ર શરૂ થયાના પ્રથમ દિવસથી ૧૧ માસના સમયગાળા સુધી જ્ઞાનસહાયકોના કરાર રીન્યુ કરવા માટે નીચે આપેલ સૂચનાઓ ધ્યાને લઇ કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવે છે.
કરાર રિન્યુ
કરાર રિન્યુ વિશે માહિતી નો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે Click Here
No comments:
Post a Comment