અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા સંચાલિત આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ અંગેની જાહેરાત. શૈક્ષણિક વર્ષ : ૨૦૨૪-૨૫
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ સારૂ શિક્ષણ મળી શકે તે હેતુથી રાજ્યમાં માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક કક્ષાની ૨૫ આદર્શ નિવાસી શાળાઓ ચલાવવામાં આવે છે. શાળાની યાદી જોવા માટે Click Here
આ આદર્શ નિવાસી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ : ૨૦૨૪-૨૫ માટે ધોરણ : ૯ થી ૧૨માં પ્રવેશ મેળવવા ઈચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા વિદ્યાર્થી / વિદ્યાર્થિનીઓ પાસેથી પ્રવેશ માટે તા.૯/૫/૨૦૨૪ થી તા. ૫/૬/૨૦૨૪ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. Online અરજી માટે Click Here
⭐ આદર્શ નિવાસી શાળાઓની યાદી નીચે મુજબ છે.
👉 ધોરણ. ૯ થી ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે આદર્શ નિવાસી શાળાની યાદી:
• કુમાર માટે:
(૧) મુ. ગાંધીનગર (૨) મુ. ખમીસણા, તા. વઢવાણ, જિ. સુરેન્દ્રનગર (૩) મુ. કેશોદ, જિ. જુનાગઢ (૪) મુ. રાજકોટ (૫) મુ. ભાવનગર (૬) મુ. પાલનપુર, જિ. બનાસકાંઠા (૭) મુ. સુરત
(૮) મુ. ઈડર, જિ. સાબરકાંઠા (૯) મુ. મહેસાણા
• કન્યા માટે :
(૧) મુ.વડોદરા
⭐ ધોરણ. ૯ થી ૧૨ સામાન્ય પ્રવાહ માટે આદર્શ નિવાસી શાળાની યાદી:
• કુમાર માટે:
(૧) મુ. અમરેલી (૨) મુ. જામનગર (૩) પાટણ (૪) મુ. પોરબંદર
• કન્યા માટે :
(૧) મુ. જુનાગઢ (૨) મુ. રાજકોટ (૩) મુ. પોરબંદર (૪) મુ. રાણીપ, જિ. અમદાવાદ (૫) મુ. ગાંધીનગર (૬) મુ. પાલનપુર, જિ. બનાસકાંઠા (૭) મુ. વલ્લભ વિદ્યાનગર, જિ. આણંદ (૮) સુરત (૯) મુ. મોડાસા, જિ. અરવલ્લી. (૧૦) મુ.અમરેલી
⭐ ધોરણ. ૯ અને ૧૦ માટે આદર્શ નિવાસી શાળાની યાદી:
• કુમાર માટે:
(૧) મુ. સતલાસણા જિ. મહેસાણા.
No comments:
Post a Comment