JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

28 May 2024

PTC, Admission Announcement, D.EI.Ed, પી.ટી.સી. પ્રવેશ અંગેની જાહેરાત, ptc admission 2024-25, Gujarat DEIEd Admission 2024: Application Form, Registration Dates,

 


પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાં સને 2024-25 પ્રથમ વર્ષ (D.EI.Ed) (પી.ટી.સી.) પ્રવેશ અંગેની જાહેરાત.

2024-25 First Year (D.EI.Ed) (PTC) Admission Announcement in Diploma in Elementary Education

ptc admission 2024-25

Gujarat DEIEd Admission 2024: Application Form, Registration Dates.

 



રાજ્યમાં એન.સી.ટી. ઈ. દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી/બિનસરકારી અનુદાનિત, તેમજ સ્વનિર્ભર અધ્યાપન મંદિર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં ગુજરાતી/હિન્દી/ઉર્દુ/મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા બે વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાં (D.EL.ED) અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે શિક્ષણ વિભાગના તા. 30/06/2020ના ઠરાવ ક્રમાંક: ટીસીએમ/1412/702/ન ની જોગવાઈ અનુસાર વિ-કેન્દ્રીકૃત પ્રવેશ નીતિ મુજબ ઉક્ત અભ્યાસક્રમ ચલાવતી સંસ્થાઓનો સીધો સંપર્ક કરવાનો રહેશે. પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરીની  Website ઉપર સંસ્થાઓની યાદી મુકવામાં આવેલ છે. આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે સંસ્થા દ્વારા નિયત કરવામાં આવેલ નમૂનાનાં ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે. ઉમેદવાર એક કરતા વધુ સંસ્થામાં પણ અરજી કરી શકશે અને ઉમેદવારને મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.



તા. 28/05/2024થી તા. 11/06/2024 (રવિવાર સિવાય) સવારના 11-00થી સાંજના 5-00 કલાક દરમ્યાન રૂ. 25/- રોકડાથી જે અધ્યાપન મંદિરમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તે અધ્યાપન મંદિરમાંથી પ્રવેશ ફોર્મ મેળવી શકશે અને ભરેલ ફોર્મ તે અધ્યાપન મંદિરમાં તા. 11/06/2024 સાંજે 5-00 કલાક સુધીમાં પરત આપવાના રહેશે. પ્રવેશ ફોર્મ જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો જેવા કે, એચ.એસ.સી. માર્કશીટ, ટ્રાયલ સર્ટીફીકેટ, સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, શારીરિક ખોડ ખાપણનો દાખલો, જાતિ પ્રમાણપત્ર સાથે જોડવાના રહેશે. સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ તા. 01/04/2024 પછીનું નોન ક્રિમીલેયર (Non creamy layer) સર્ટીફિકેટ રજુ કરવાનું રહેશે અને તે અગાઉનું નોન ક્રિમીલેયર સર્ટીફીકેટ હશે તો તેની માન્યતા મુદત તા. 31/03/2025 સુધીની હોવી જોઈએ. ‘આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેના પાત્રતા પ્રમાણપત્રોની માન્યતા મુદત તા. 31/03/2025 સુધીની હોવી જોઈશે.



(1) પ્રવેશ માટે જરૂરી લાયકાત : ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (ધોરણ-12) વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉત્તર બુનિયાદી પ્રવાહમાં ઉર્તિણ કરેલ હોવી જોઈશે.


(2) પ્રવેશ માટે લઘુત્તમ ગુણ : ઉમેદવારે ધોરણ-12માં નિયત કરેલ પ્રવાહોની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા 50 ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ પરંતુ અનામત કક્ષાઓ જેવી કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારે ઓછામાં ઓછા 45 ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ.


(3) પ્રવેશનું માધ્યમ : ઉમેદવારે જે માધ્યમમાં ધોરણ-10ની પરીક્ષા પાસ કરેલ હશે તે જ માધ્યમમાં પ્રવેશને પાત્ર રહેશે.


(4) વય મર્યાદા : જે ઉમેદવારો તા. 01/07/2024/ના રોજ 24 વર્ષથી વધુ ઉંમરના ન હોય તેવા તમામ ઉમેદવારો પ્રવેશપાત્ર ગણાશે. અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (બક્ષીપંચના) તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ઉંમરમાં 5 વર્ષની છુટછાટ રહેશે અને 33 વર્ષની ઉંમર સુધીના વિધવા બહેનો પ્રવેશને પાત્ર રહેશે.


👉 કોલેજ ની યાદી જોવા માટે Click Here 

 



👉 Offical Website Click Here 

 



No comments:

Post a Comment