HMAT ભરતી
આચાર્ય ભરતી
બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની પસંદગી અંગેની જાહેરાત -2024
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ગાંધીનગરના તા.૨૫/૦૭/૨૦૧૭ના જાહેરનામા ક્રમાંક : GH/SH/77/BMS/1115/1295/Gતા.૦૯/૦૮/૨૦૧૭ના જાહેરનામા ક્રમાંક: બમશ/૧૧૧૭/૨૪૨૫/ગ તા.૨૯/૦૯/૨૦૧૭ના જાહેરનામા ક્રમાંક:GH/SH/7/BMS/1109/1906/G, તા.૦૮/૧૧/૨૦૧૯ના ઠરાવ ક્રમાંક:MSB/1211/15/CH/H, તા.૨૧/૧૦/૨૦૨૦ના જાહેરનામાં ક્રમાંક:GH/SH/45/BMS/1115/1295/G, અને તેમાં થયેલ વખતોવખતના સુધારાઓ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો અને જોગવાઈઓ અન્વયે રાજ્યની શિક્ષણ વિભાગ હસ્તકની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા માટે રાજ્ય સરકારના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત તેમજ નિયત અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાતની સામાન્ય જોગવાઈઓ તેમજ ઓનલાઈન અરજી કરવાની અને અરજી ફી ભરવાની રીત અંગેની વિગતવાર સૂચનાઓ આચાર્ય ભરતીની વેબસાઈટ https://gsere.in/ ૫૨ જોવા વિનંતી છે. ત્યારબાદ જ ઉમેદવારે અરજી કરવાની રહેશે.
અરજી કરવા માટેની સમય મર્યાદા:-
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા વર્ષ-૨૦૨૨માં લેવાયેલ HMAT પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો આચાર્યની જગ્યા માટે વેબસાઈટ https://gserc.in/ ઉપર મૂકવામાં આવેલ તમામ સૂચનાઓનો અભ્યાસ કરી તા.૦૫/૦૮/૨૦૨૪ થી તા.૧૭/૦૮/૨૦૨૪ રાત્રે ૧૧:૫૯ કલાક સુધી ફક્ત ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારે અરજી પત્રકમાં ભરેલ તમામ વિગતોની પૂરતી ખરાઈ/ખાત્રી કર્યા બાદ જ અરજી સબમીટ કરવાની રહેશે. અરજી સબમીટ કરવાની બાકી હોય ત્યાં સુધી અરજીની વિગતોમાં સુધારા કરી શકાશે પરંતુ એક વખત અરજી સબમીટ કર્યા બાદ કોઈપણ સુધારો થઈ શકશે નહીં. ઉમેદવારે સમયમર્યાદામાં નિયત થયેલ ફી ઓનલાઈન ભરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં ફી ન ભરી શકનાર કે અરજી સબમીટ ન કરનાર ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહીં.
જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી/સૂચનાઓ https://gserc.in/ વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. તેમજ ભરતી સંબંધિત તમામ સૂચનાઓ અને વિગતો વખતો વખત વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારોએ અરજી કર્યા બાદ નિયમિત રીતે વેબસાઈટની ચકાસણી કરવાની રહેશે. વેબસાઇટ પર મુકેલ કોઇપણ સૂચના/વિગતથી અવગત ન થનાર ઉમેદવારો ભરતીના કોઇપણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની અંગત રહેશે. બાદમાં આ અંગે ઉમેદવારની કોઈ લેખિત કે મૌખિક રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી. જાહેરાત સંદર્ભેના તમામ હક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય ભરતી માટેની પસંદગી સમિતિને અનામત રહેશે.
ઓનલાઈન અરજી : તા.૦૫/૦૮/૨૦૨૪ થી તા.૧૭/૦૮/૨૦૨૪ રાત્રે ૧૧:૫૯ કલાક સુધી ફક્ત ઓનલાઈન અરજી કરી શકશે.
Official Website: https://gserc.in/
No comments:
Post a Comment