JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

10 May 2025

નવી પોલીસ ભરતી, Police New Bharti 2025-26, New Update Gujarat Police Vacancy, police bharti, PSI & Police Constable ની કેટલી જગ્યાઓ, પોલીસ ની નવી ભરતીની જાહેરાત, Gujarat Police Bharti New Update - Gujarat, Gujarat police bharti 2025, New update Police Bharti Calander 2026

 




નવી પોલીસ ભરતી 14,283 | Police New Bharti 2025-26 |New Update Gujarat Police Vacancy | police bharti


 

પોલીસ ભરતી માટેનું કેલેન્ડર દર વર્ષે બહાર પાડવા હાઇકોર્ટનું સરકારને સૂચન.






રાજ્યમાં પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવાના મુદ્દે ચાલી રહેલાં કેસમાં હાઇકોર્ટની ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્ય સરકારને સૂચન કર્યું છે કે દર વર્ષે પોલીસ ભરતી માટેનું કેલેન્ડર બહાર પાડવામાં આવે. કોર્ટે એવી ટકોર પણ કરી છે કે જો પોલીસ બેડામાં સીધી ભરતી સમયસર નહીં થાય તો પ્રમોશનલ ભરતીમાં પણ યોગ્ય ઉમેદવાર નહીં મળે અને વિલંબ થઇ શકે છે.

હાઇકોર્ટમાં સરકારી વકીલે શુક્રવારે કોર્ટને જણાવ્યું હતું કે પોલીસ બેડામાં પ્રથમ તબક્કામાં 11,373 જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં PSI ની ફિઝિકલ ટેસ્ટનું પરિણામ 17 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યું હતું. કોન્સ્ટેબલની ભરતીમાં ફિઝિકલ ટેસ્ટનું 12 માર્ચે પરિણામ ઘોષિત થયું છે. જેની લેખિત પરીક્ષા છે, 15 જૂને છે. PSI ની પરીક્ષામાં 30મી એપ્રિલના રોજ પરિણામ જાહેર થયું હતું. હવે તેની ભરતી સબ્જેક્ટિવ પરીક્ષાના લેવલ ઉપર છે. છેલ્લા વર્ષમાં સપ્ટેમ્બરમાં 4800 જગ્યા પ્રમોશનલ પોસ્ટ ખાલી હતી. જે ગત ડિસેમ્બર મહિનામાં 3700 જગ્યાઓ ખાલી હતી. જાન્યુઆરી મહિનામાં 700 જગ્યાઓ ખાલી હતી. છેલ્લા ત્રણ મહિનામાં 2370 પોલીસ કર્મીઓનું પ્રમોશન થયું છે. જ્યારે 1921 જગ્યાઓ ખાલી છે. જેથી હાઇકોર્ટે કહ્યું હતું કે જો સીધી ભરતી સમયસર થાય નહીં, તો પ્રમોશન માટે પણ યોગ્ય ઉમેદવાર મળી નહીં અને પ્રમોશનની ભરતીમાં પણ મોડું થઈ શકે છે.


સરકારી વકીલે કહ્યું હતું કે રાજ્યમાં પાંચ પોલીસ ટ્રેનિંગ સેન્ટર છે અને બે નવા બની રહ્યા છે. તેની 2500 ની કેપેસિટી છે. જેમાં વધુ 500 ની ક્ષમતાનો ઉમેરો થશે. નિર્માણાધિન પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ફોટા કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતાં હાઈકોર્ટે સરકારને પોલીસ બેડામાં સીધી ભરતીનું દર વર્ષે રેગ્યુલર કેલેન્ડર બહાર પાડવા સૂચન કર્યું હતું. હાઈકોર્ટે સરકારને પ્રગતિ અહેવાલ રજૂ કરવા સાથે વધુ સુનવણી વેકેશન બાદ 25મી જુલાઈએ રાખી છે.

 

ઉલ્લેખનીય છે કે અગાઉ હાઇકોર્ટને જણાવવમાં આવ્યું હતું કે રાજ્યમાં પોલીસ બેડામાં 25,660 જેટલી ખાલી જગ્યાઓ ઉપર સીધી કરવામાં આવશે.


જે પૈકી પહેલા તબક્કામાં ૧૧૦૦૦ કરતાં વધુ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. તેમાં અત્યારે શારીરિક કસોટી પૂર્ણ થઈ ચૂકી છે. આ જગાયો માટે 10 લાખ ઉમેદવાર નોંધાયા હતા. 25,660 પૈકી બાકીની ખાલી જગ્યાઓ 14,283 ઉપર બીજા તબક્કાની ભરતીની જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં બહાર પડાશે.








No comments:

Post a Comment