આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ
20 ડિસેમ્બર- 'આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ'. વિશ્વભરમાં 'આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસની થીમ દર વર્ષે એક જ રહેતી હોય છે. વિકાસશીલ દેશોમાં સહકાર, સમાનતા અને સામાજિક ન્યાય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની કામગીરી પર આ દિવસે ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. સંયુકત રાષ્ટ્ર સંઘમાં વર્ષ 2005માં 20 ડિસેમ્બરે 'આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ'ની ઉજવણીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. વિશ્વના દેશોમાં વૈશ્વિક એકતાની ભાવના લાવવાના પ્રયાસના ભાગરૂપે દિવસની ઉજવણી કરાય છે. વિકાસ, ગરીબ નાબૂદી અને બિમારીઓ સામેની લડતમાં વૈશ્વિક એકતા ઉભી કરવાનો ઉદ્દેશ પણ 'આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ' ઉજવવાો છે. મહત્વનું છે કે ભારતીય સંસ્કૃતિમાં 'વસુદેવ કુટુમ્બકમ'ની ભાવના પ્રાચીનકાળથી ચાલી રહી છે. ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી 31 ઓકટોબરે સરદાર પટેલની જન્મજયંતિ પર કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસનો ઇતિહાસ
યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ અગાઉ 20 ડિસેમ્બર 2002ના રોજ ઠરાવ 57/265 દ્વારા વર્લ્ડ સોલિડેરિટી ફંડની સ્થાપના કરી હતી. તેની સ્થાપના ફેબ્રુઆરી 2003માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ માટે ટ્રસ્ટ ફંડ તરીકે કરવામાં આવી હતી. ફંડનો ઉદ્દેશ્ય ગરીબી પર અંકુશ લાવવાનો અને વિકાસશીલ દેશોમાં માનવ અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
સંયુક્ત રાષ્ટ્રએ એકતાનો સંદેશ આપવા માટે 20 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ તરીકે જાહેર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 22 ડિસેમ્બર 2005ના રોજ આ દિવસની જાહેરાત કરવામાં આવી હતી.
સમગ્ર વિશ્વમાં દર વર્ષે 20 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ (International Human Solidarity Day) ઉજવવામાં આવે છે. આ હેતુ હેઠળ વિવિધતામાં એકતાનું મહત્વ સમજાવવા માટે આ દિવસની સ્થાપના કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસનો હેતુ
લોકોને વિવિધતામાં એકતાનું મહત્વ જણાવીને જાગૃતિ ફેલાવવાનો છે. વિશ્વના વિવિધ દેશો આ દિવસે તેમના લોકોમાં શાંતિ, ભાઈચારો, પ્રેમ, સંવાદિતા અને એકતાનો સંદેશ ફેલાવે છેવિશ્વભરમાં દર વર્ષ તા. ર૦મી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિમાં તો "વસુદેવ કુટુમ્બકમ્” ની ભાવના પ્રાચીનકાળથી જ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વર્ષ-૨૦૦૫ માં પ્રતિવર્ષ આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ઉજવવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો.
પ્રાચીન ભારતીય સંસ્કૃતિ મુજબ "સર્વત્રઃ સુખિના સન્ત્ સર્વે સન્દૂ નિરામયા" ના મંત્ર અનુસાર વિશ્વ બંધુત્વની ભાવના પહેલાના જ પ્રજ્જવલિત છે, જેનો વિશ્વિક પ્રચાર થાય છે.
No comments:
Post a Comment