ગોવા મુક્તિ દિવસ (Goa Liberation Day)
ગોવા મુક્તિ દિવસ દર વર્ષે ૧૯ ડિસેમ્બરે ભારતના ગોવામાં ઉજવવામાં આવે છે. ગોવાને પોર્ટુગીઝ શાસનથી મુક્ત કરતા ભારતીય સશસ્ત્ર દળોની યાદમાં ગોવા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભારત યુરોપિયન શાસનથી સંપૂર્ણપણે મુક્ત થયું હતું.
ભારતીય નૌકાદળના જહાજ ગોમાંતક ખાતે યુદ્ધ સ્મારકનું નિર્માણ સાત યુવાન બહાદુર ખલાસીઓ અને અન્ય કર્મચારીઓની યાદમાં કરવામાં આવ્યું હતું જેમણે ૧૯ ડિસેમ્બર, ૧૯૬૧ના રોજ ભારતીય નૌકાદળ દ્વારા ભારતમાં પોર્ટુગીઝ શાસનમાંથી ગોવા, દમણ અને દીવના પ્રદેશોને મુક્ત કરવા માટે હાથ ધરવામાં આવેલા "ઓપરેશન વિજય (૧૯૬૧)" માં પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.
ભારતીય સેનાએ ગોવાને એક દિવસ પહેલા 19 ડિસેમ્બર, 1961ના દિવસે પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરાવ્યું હતું. 19 ડિસેમ્બર, 1961ના રોજ ઓપરેશન વિજય હેઠળ ભારતીય સેનાએ ગોવામાં પ્રવેશ કર્યો અને 450 વર્ષની ગુલામીમાંથી આઝાદી કર્યો.
ભારત અને પોર્ટુગલની સેનાઓ વચ્ચે લગભગ 36 કલાક સુધી યુદ્ધ ચાલ્યું હતું. આખરે પોર્ટુગીઝ સૈન્યએ ભારત સામે દમ તોડી દીધો.
ભારતના પ્રયાસોના પરિણામે જ 30 મે, 1987ના રોજ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થઈ શક્યો. તેથી જ દર વર્ષે 19 ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ભારતીય સેનાના ‘ઑપરેશન વિજય’ના 36 કલાકમાં જ પોર્ટુગીઝ જનરલ મૅન્યુઅલ ઍન્ટોનિયો વસાલો એ સિલ્વાએ “આત્મસમર્પણ” ના દસ્તાવેજ પર સહી કરી હતી..

No comments:
Post a Comment