School Of Excellence
૧) ગુજરાત સરકારે ક્યાં વર્ષના બજેટમાં સ્કુલ ઓફ એક્સિલન્સ અંગેનીજાહેરાત કરી છે ?
જવાબ: વર્ષ ૨૦૨૦/૨૧
૨) વર્ષ ૨૦૨૦/૨૧ માં સરકારે કેટલી શાળાઓને સ્કુલ ઓફ એક્સિલન્સ તરીકે અપડેટ કરવાની જાહેરાત કરી ?
જવાબ: ૫૦૦ શાળાઓ
૩) SOE, પ્રોગ્રામ કેટલા સમયગાળા દરમિયાન કાર્યરત થશે ?
જવાબ: વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૬ સુધી
૪) સ્કૂલ ઓફ એક્સિલન્સ પ્રોગ્રામ કઇ સંસ્થાઓના આર્થિક સહયોગથી અમલી બનશે ?
જવાબ: વર્લ્ડ બેંક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક (AIIB)
૫) World Bank દ્વારા કેટલો આર્થિક સહયોગ આપવામાં આવશે ?
જવાબ: ૫૦૦ મિલિયન ડોલર એટલે કે આશરે ૩૭૦૦ કરોડ
૬) AIIB (એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક) દ્વારા કેટલો આર્થિક સહયોગ આપવામાં આવશે ?
જવાબ: ૨૫૦ મિલિયન ડોલર એટલે કે આશરે ૧૮૫૦ કરોડ
૭) રાજ્ય સરકાર દ્વારા કેટલી રકમ ફાળવવામાં આવશે ?
જવાબ: ૨૦૫૦ કરોડ
૮) GOAL નું પુરું નામ:
જવાબ: Gujarat Outcome For Accelerated Learning
૯) SEEP :- School Education Excellence Programme
૧૦) PISA :- Programme For International Students Assessment.
૧૧) આગામી ક્યાં વર્ષમાં PISA માં ભાગ લેવાનું લક્ષ્ય છે ?
જવાબ: વર્ષ ૨૦૨૪ માં
૧૨) સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત સરકારી શાળાઓમાં નામાંકનમાં કેટલા ટકા વધારો કરવાનો ટાર્ગેટ છે ?
જવાબ: ૨૦%
૧૩) SOE અંતર્ગત કેટલા વિધાર્થીઓ ધોરણ પ્રમાણે અધ્યયન નિષ્પતિઓમા સફળતા મેળવે તેવું લક્ષ્ય છે ?
જવાબ: ૮૦%
૧૪) SOE અંતર્ગત શાળા પસંદગીના કેટલા સ્તર છે?
૧. પ્રથમ સ્તર :- CCC દ્વારા સંભવિત શાળાઓની સુચિ
૨. દ્રિતીય સ્તર :- જિલ્લા દ્વારા ચકાસણી અને ભલામણ
૩. તૃતીય સ્તર :- શોર્ટલીસ્ટ અને પસંદગી
૧૫) પ્રથમ સ્તર માં CCC દ્વારાશાળાઓની પસંદગીમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવી?
જવાબ:
• નામાંકન
• શિક્ષકોની ઉપલબ્ધતા
• સત્રાન્ત પરીક્ષાઓ મેળવેલ સરેરાશ ગુણ
• વિધાર્થીની હાજરી
• ગુણોત્સવનું ગુણાંકન
• વર્ગખંડ, જ્ઞાનકુંજ પ્રોજેકટ, કોમ્પ્યુટર લેબ જેવી સુવિધા
૧૬) દ્વિતીય સ્તરમાં જિલ્લા દ્વારા શાળાઓની પસંદગીમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવી?
જવાબ:
• ભવિષ્યમાં માળખાકીય સુવિધાઓ માટે જમીનની ઉપલબ્ધતા
• આંગણવાડીઓ, માધ્યમિક – ઉચ્ચતર માધ્યમિક શાળાઓની નિકટતા
• સમુદાયની ભાગીદારી
૧૭) SOE અંતર્ગત શાળાઓને કઈ ત્રણ કેટેગરીમાં અપડેટ કરવામાં આવશે ?
જવાબ:
1. Residential School Of Excellence
2. Emerging School Of Excellence
3. Aspiring School Of Excellence
૧૮) રાજ્યમાં RSE અંતર્ગત કેટલી શાળાઓને અપડેટ કરવામાં આવશે ?
જવાબ: ૩૫૦
૧૯) RSE (Residential School Of Excellence) શાળાઓમાં ક્યાં ધોરણને સમાવવામાં આવશે?
જવાબ: ધોરણ ૬ થી ૧૨
૨૦) RSE (Residential School Of Excellence) શાળાઓમાં કન્યાઓ માટે કેટલા ટકા સીટો અનામત હશે ?
જવાબ: ૫૦%
૨૧) RSE (Residential School Of Excellence) અંતર્ગત તાલુકા દીઠ કેટલી શાળાઓને અપડેટ કરવામાં આવશે ?
જવાબ: ઓછામાં ઓછી ૧ શાળા
૨૨) SOE (School Of Excellence) અંતર્ગત રાજયની ૧૫૦ થી વધુ સંખ્યા ધરાવતી કેટલી શાળાઓને અપડેટ કરાશે ?
જવાબ: ૧૫૦૦૦
૨૩) School Of Excellence અંતર્ગત રાજયની કેટલી સરકારી માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક શાળાઓને અપડેટ કરાશે ?
જવાબ: ૧૦૦૦
૨૪) School Of Excellence અંતર્ગત રાજયની કેટલી ગ્રાન્ટેડ માધ્યમિક –ઉચ્ચતર માધ્યમિક શાળાઓને અપડેટ કરાશે ?
જવાબ: ૪૦૦૦
૨૫) સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત કઈ સંસ્થાઓ દ્વારા દેખરેખ-નિયંત્રણ, માર્ગદર્શન તથા મૂલ્યાંકન કરાશે ?
જવાબ: GSQAC અને CCC દ્વારા
૨૬) GSQAC - Gujarat School Quality Accreditation Council
૨૭) CCC-Commad And Control Center
૨૮) કઈ સંસ્થા દ્વારા SOE અંતર્ગત અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવશે ?
જવાબ: GSHSEB દ્વારા
૨૯) અભ્યાસક્રમ નિર્માણ કઈ બે ભાષામાં કરવામાં આવશે ?
જવાબ: ગુજરાતી અને અંગ્રેજી
૩૦) NEP ૨૦૨૦ અંતર્ગત આ અભ્યાસક્રમમાં શેના પર કેન્દ્રિત કરવામાં આવશે ?
જવાબ: ૨૧ મી સદી સ્કિલ ડેવલોપમેન્ટ
૩૧) NAS - National Achievement Survey
૩૨) HOTS – Higher Order Thinking Skill.
૩૩) દરેક ક્લસ્ટર ના ૧ શિક્ષકને ઉત્કૃષ્ટ શિક્ષક એવોર્ડ અપાશે.
જવાબ: વર્ષમાં ૨ વાર
૩૪) સ્કૂલ ઓફ એક્સિલન્સ હેઠળની શાળાઓનું સઘન અને સતત મોનીટરીંગ કોણ કરશે.
જવાબ: CCC ૨.૦ ટીમ
૩૫) ધોરણ -૧ માં ૧૦૦% નામાંકન કરવા ક્યાં વર્ષમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરવામાં આવી ?
જવાબ: વર્ષ ૨૦૦૩
૩૬) વર્ષ ૨૦૦૩ થી ૨૦૧૯ સુધી નામાંકન દરમાં કેટલા ટકાનો વધારો થયો છે?
જવાબ: ૩૨%
૩૭) ધોરણ ૧ થી ૮ મા વર્ષ ૨૦૧૯-૨૦ માં ડ્રોપઆઉટ દર ઘટીને કેટલા ટકા થયો છે ?
જવાબ: ૩.૩૯%
૩૮) ધોરણ ૧ થી ૫ માં વર્ષ ૨૦૧૯-૨૦ માં ડ્રોપઆઉટ દર ઘટીને કેટલા ટકા થયો છે ?
જવાબ: ૧.૩૭%
૩૯) પ્રાથમિક શાળાઓમાં વિધાર્થી – શિક્ષક ગુણોત્તર ૨૦૦૧-૦૨ માં ૪૦ હતો એ ઘટીને ૨૦૧૯-૨૦ મા કેટલો થયો છે?
જવાબ: ૨૫
૪૦) રાજ્યના તમામ વિધાર્થીઓ અને શિક્ષકો માટે દૈનિક ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ ક્યારે શરૂ કરવામાં આવી.
જવાબ: નવેમ્બર ૨૦૧૮
૪૧) રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ધોરણ ૩ થી ૧૨ માં સત્રાન્ત પરીક્ષા ક્યારે શરૂ કરવામાં આવી ?
જવાબ: ઓક્ટોબર ૨૦૧૮
૪૨)રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ધોરણ ૩ થી ૧૨ માં એકમ કસોટીની ક્યારે શરૂ કરવામાં આવી ?
જવાબ: ડિસેમ્બર ૨૦૧૮
૪૩) એકમ કસોટી માટે કઈ સંસ્થા દ્વારા પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવે છે ?
જવાબ: GCERT અને માધ્યમિક શિક્ષણ બોર્ડ
૪૪) ૨૦૨૦-૨૧ માં અધ્યયન નિષ્પતિઓ મુજબ ગુણને સ્કેન કરવા માટે કઈ ઉપયોગ કરવામાં આવ્યો?
જવાબ: AI આધારિત સરલ ડેટા એપ્લિકેશન
૪૫) G Shala એપ --Gujarat Student's Holistic Adaptive Learning App
૪૬) DIKSHA એપ -- Digital Infrastructure for Knowledge Sharing
૪૭) સ્કૂલ ઓફ એક્સીલન્સ પ્રોજેકટનું લોકાર્પણ કોના હસ્તે કરવામાં આવશે ?
જવાબ: વડાપ્રધાન
૪૮)સ્કૂલ ઓફ એક્સિલન્સ ની ક્યારે લોકાર્પણ કરવામાં આવશે ?
જવાબ: ૫ સપ્ટેમ્બર (શિક્ષકદિનના દિવસે)
૪૯) દરેક તાલુકા દીઠ પ્રથમ તબ્બકે કેટલી શાળાઓ વિકસાવવામાં આવશે ?
જવાબ: ૪ શાળાઓ
૫૦) સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત કેટલી શાળાઓ વિકસાવવામાં આવશે ?
જવાબ: ૨૦ હજાર
૫૧) સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત પ્રથમ તબ્બકે કેટલા કરોડ ખર્ચ કરાશે ?
જવાબ: ૮ હજાર કરોડ
૫૨) પ્રથમ ૧૦૦૦ દિવસોમાં કેટલી શાળાઓ અપડેટ કરવામાં આવશે ?
જવાબ: ૧૦ હજાર
૫૩) બીજા ૫૦૦ દિવસોમાં કેટલી શાળાઓ અપડેટ કરવામાં આવશે ?
જવાબ: ૧૦ હજાર
No comments:
Post a Comment