JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

24 January 2023

પ્રજાસત્તાક દિન - 26 જાન્યુઆરી, અને સ્વતંત્રતા દિન - 15 ઓગસ્ટ. પર ધ્વજ ફરકાવવામાં શું અંતર છે?

 

Join WhatsApp Group Click Here 


⭐ શું તમે જાણો છો કે પ્રજાસત્તાક દિન (26 જાન્યુઆરી) અને સ્વતંત્રતા દિન (15 ઓગસ્ટ) પર ધ્વજ ફરકાવવામાં શું અંતર/તફાવત છે? તો ચાલો અમે તમને જણાવીએ કે બંને દિવસો વચ્ચેના અંતરની આ અમુક ખાસ વાતો…



👉 દર વર્ષે ૧૫ મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અને ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસનાં દિવસે એટલે કે, ગણતંત્ર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે, પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ પર ધ્વજ ફરકાવવાની રીત અલગ- અલગ હોય છે.



1)

👉 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિને તિરંગાને નીચેથી દોરડા દ્વારા ખેંચીને ઉપર લઇ જવામાં આવે છે, પછી તેને ખોલીને ફરકાવવામાં આવે છે જેને ધ્વજારોહણ કહેવામાં આવે છે. કારણ કે તે 15 ઓગસ્ટ 1947ની ઐતિહાસિક ઘટનાને સન્માન આપવાના હેતુથી કરવામાં આવે છે. તે સમયે વડાપ્રધાને આ જ પ્રકારે ધ્વજ ફરકાવ્યો હતો. બંધારણમાં તેને Flag Hoisting (ધ્વજારોહણ) કહેવામાં આવે છે.


👉 જ્યારે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિને તિરંગો ઉપર જ બાંધેલો હોય છે, જેને ખોલીને ફરકાવવામાં આવે છે. બંધારણમાં તેને Flag Unfurling (ધ્વજ ફરકાવવો) કહેવામાં આવે છે.




2)

👉 15મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન જે હોય છે, તે ધ્વજારોહણ કરે છે. કારણ કે સ્વતંત્રતા દિને ભારતનું બંધારણ લાગુ થયું ન હતું અને રાષ્ટ્રપતિ જે રાષ્ટ્રના બંધારણીય પ્રમુખ હોય છે, તેમણે પદભાર ગ્રહણ કર્યુ ન હતું. આ દિવસે સાંજે રાષ્ટ્રપતિ પોતાનો સંદેશ રાષ્ટ્રના નામે આપે છે. જ્યારે 26 જાન્યુઆરીએ જે દેશમાં બંધારણ લાગુ થવાના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે, તે દિવસે બંધારણીય પ્રમુખ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે.

👉 એટલે ૨૬ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે. જ્યારે ૧૫મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ લહેરાવે છે.



3)

👉 સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરવામાં આવે છે જ્યારે પ્રજાસત્તાક દિને રાજપથ પર ધ્વજ ફરકાવવામાં આવે છે.




4)

👉 

પ્રજાસત્તાક દિને દેશ પોતાની સૈન્ય તાકાત અને સાંસ્કૃતિક એકતા દર્શાવે છે. જ્યારે સ્વતંત્રતા દિને આવું નથી થતું.




5)

👉 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિને સમારોહના મુખ્ય અતિથિ આવે છે જ્યારે સ્વતંત્રતા દિને આમ નથી થતું.



6)

26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ બંને રાષ્ટ્રીય પર્વ છે. 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ કહેવામાં આ છે અને 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ કહેવામાં આવે છે.



          રાષ્ટ્રપતિએ ભારત દેશના બંધારણીય વડા છે અને વડાપ્રધાનને રાજકીય વડા કહેવામાં આવે છે. ભારતનું બંધારણ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ અમલમાં આવ્યું હતું. તેથી આ દિવસની પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.







No comments:

Post a Comment