Join WhatsApp Group Click Here
⭐ રાષ્ટ્રીય મતદાતા દિવસ
⭐ National Voters' Day
👉 ભારત સરકાર દ્વારા, વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters' Day) તરીકે મનાવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧થી કરવામાં આવી છે. તારીખ ૨૫ જાન્યુઆરી ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે.
👉 ચૂંટણી પંચના 61મા સ્થાપના દિવસે 25 જાન્યુઆરી 2011ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની શરૂઆત કરવામાં આવી હતી.
👉 મતદાતા દિવસ ઉજવણીનું સૌથી મોટું કારણ લોકોને વોટ અંગે જાગૃત કરવાનું છે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચનો (Election Commission of India) મુખ્ય ઉદ્દેશ્ય દેશના તમામ મતદાન મથક વિસ્તારોમાં દર વર્ષે 1 જાન્યુઆરીએ 18 વર્ષની વયે પહોંચેલા તમામ પાત્ર મતદારોની ઓળખ કરવાનો હતો.
👉 તમને જણાવી દઈએ કે 2011થી દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય નવા મતદારોને પ્રોત્સાહિત કરવાનો, સુવિધા આપવાનો, મહત્તમ નોંધણી કરવાનો છે. વર્ષ 1950માં 25 જાન્યુઆરીએ ભારતના ચૂંટણી પંચના સ્થાપના દિવસની યાદમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
👉 ચાલુ વર્ષે 13માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ 13માં “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની થીમ “મતદાનથી વિશેષ કંઇ નથી, હું અવશ્ય મતદાન કરીશ” રાખવામાં આવેલ છે. આજનાં દિવસે યુવા મતદારો મતદરયાદીમાં નામ દાખલ કરવા માટે કે સુધારો વધારો કરવા માટે ઓનલાઇન પ્લેટફોર્મનો વધારે ને વધારે ઉપયોગ કરે તે માટે ભાર આપવામાં આવે છે. મતદારો વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ્લીકેશન, વોટર પોર્ટલ એન.વી.એસ.પી પોર્ટલનો ઉપયોગ કરી પોતાનું નામ નોંધાવવું, નામમાં સુધારો વધારો કરવો, નામ રદ કરવો વગેરે ફોર્મ્સ ભરી શકે છે.
👉 ભારત એક લોકશાહી દેશ છે. દરેક નાગરિકને મત આપવાનો મૂળભૂત અધિકાર છે. લોકોને પોતાના નેતા પસંદ કરવાનો અધિકાર છે જેને તેઓ રાષ્ટ્રનું નેતૃત્વ કરવા, સામાન્ય લોકોની સમસ્યાઓ હલ કરવા, પરિવર્તન લાવવા વગેરે માટે સક્ષમ માનતા હોય. રાષ્ટ્રીય મતદાતા દિવસ એ ભારતનું મહત્ત્વપૂર્ણ મૂળ છે. વ્યક્તિની ઉંમર ૧૮ વર્ષની થઈ જાય, ત્યારે ભારતના નાગરિક તરીકે પોતાની જાતને મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે.ચૂંટણીપંચ ચૂંટણી પહેલા મતદાર યાદીમાં સુધારો કરે છે. સ્વતંત્ર ભારતમાં પહેલીવાર લોક્સભાની ચૂંટણી ફેબ્રુઆરી,૧૯૫૨માં યોજાઈ હતી તે સમયે હિમાચલ પ્રદેશના સ્પામ સરલ નેગી ભારતના પ્રથમ મતદાર બન્યા હતા. આ દિવસ દર વર્ષે અલગ અલગ થીમ આધારિત ઊજવવામાં આવે છે. રાષ્ટ્રીય મતદાતા દિવસ ૨૦૨૩ની થીમ '“મતદાનથી વિશેષ કંઇ નથી, હું અવશ્ય મતદાન કરીશ”
No comments:
Post a Comment