ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી (ઉપનામ: ધૂમકેતુ) (૧૨ ડિસેમ્બર ૧૮૯૨ - ૧૧ માર્ચ ૧૯૬૫) ગુજરાતી નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક-વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર, નાટ્યકાર તરીકે પ્રસિધ્ધ છે.
નામ: ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
જન્મ: ૧૨ ડીસેમ્બર – ૧૮૯૨ ; વીરપુર – જલારામ
અવસાન: ૧૧ માર્ચ – ૧૯૬૫, અમદાવાદ
માતા: ગંગામા ; પિતા – ગોવર્ધનરામ
ભાઇ: રામજીભાઇ, અંબાશંકરભાઇ
પત્ની: કાશીબેન ૧૯૧૦
સંતાન: પુત્રી = ઉષા, પુત્ર = દક્ષિણ, અશ્વિન, ઘનશ્યામ
નોંધપાત્ર કૃતિ:
પોસ્ટ ઑફિસ તણખા મંડળ ભાગ ૧, ૨, ૩, ૪ (૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૫)
નોંધપાત્ર પુરસ્કારો:
રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૩૫; અસ્વીકાર)
નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૪૯)
અભ્યાસ:
મેટ્રિક –૧૯૧૪- પોરબંદર
બી.એ.- ૧૯૨૦ – બહાઉદ્દીન કોલેજ, જુનાગઢ
વ્યવસાય:
૧૯૦૭– મોટી કુંકાવાવ માં માસિક ૩/- રૂ. ના પગારથી સ્કૂલમાં
૧૯૨૦– ગોંડલ- ટ્રાફિક સુપરવાઇઝરની ઓફિસમાં
૧૯૨૦-૨૧– સંગ્રામજી હાઇસ્કૂલ અને ગર્લ્સ હાઇસ્કૂલમાં
૧૯૨૩– અમદાવાદમાં શેઠ અંબાલાલ સારાભાઇની ખાનગી સ્કૂલમાં
૧૯૨૫- અમદાવાદમાં ચીનુભાઇ બેરોનેટની ખાનગી સ્કૂલમા
રચનાઓ:
ઐતિહાસિક નવલકથા- ૨૯; સામાજિક નવલકથા- ૬; નાટક- ૨; વિવેચન/ સાહિત્ય સંશોધન- ૨; જીવન વિકાસનાં પુસ્તકો-૯; બાળસાહિત્ય- ૧૦ સેટ; નવલિકાઓ- ૧૭; આત્મકથા- ૨
મુખ્ય રચનાઓ:
નવલકથાઓ-અજિત ભીમદેવ, ચૌલાદેવી, ગૂર્જરપતિ મૂળદેવ; આમ્રપાલી, પ્રિયદર્શી અશોક
સામાજિક નવલકથા– પૃથ્વીશ
આત્મકથા– જીવનપંથ
નવલિકાઓ – તણખા મંદળ ભાગ ૧-૪, ધૂમકેતુની વાર્તાઓ ભાગ ૧-૧૧ વિવેચન – સાહિત્ય વિચારણા
જીવન વિકાસ – જિબ્રાનનું જીવન દર્શન
બાળસાહિત્ય – ઇતિહાસંની તેજમૂર્તિઓ
સન્માન:
૧૯૩૫ – રણજિતરામ સુવર્ણ ચંદ્રક ( અસ્વીકાર)
૧૯૫૩ – નર્મદ સુવર્ણચંદ્રક
➤ધૂમકેતુને ટૂંકીવાર્તાના કસબી તરીકે ઓળખવામાં આવતા હતા.
➤ધૂમકેતુ ટૂંકીવાર્તાને “તણખો” કહેતા હતા.
➤તેમણે ‘વિહારી’ તખલ્લુસથી કવિતા લખવાની શરૂઆત કરી હતી.
➤ધૂમકેતુએ લેખનકાર્યની શરૂઆત ધૂમકેતુ ઉપનામે સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ નવલકથા દ્વારા કરી હતી.
➤ગૌરીશંકર જોષીએ ગુપ્તયુગ, મૌર્યયુગ અને ગુજરાતના સોલંકી વંશને ધ્યાનમાં રાખી નવલકથાઓ લખી છે.
➤તેને કવિવર ટાગોરની ‘ગીતાંજલી’ નો અનુવાદ કર્યો હતો.
➤વિશ્વની ૧૦૦ શ્રેષ્ઠ વાર્તામાં પ્રથમ સ્થાન ધરાવનાર વાર્તા ધૂમકેતુની પોસ્ટ ઓફિસ છે.
➤પોસ્ટ ઓફિસનું The Letter નામે અંગ્રેજીમાં અનુવાદ થયો છે.
➤આ પોસ્ટ ઓફિસ વર્તમાનમાં ગોંડલમાં હયાત છે.
➤ઉમાશંકર જોષીએ તેમને ગુજરાતી સાહિત્યના “અનસ્ત ધૂમકેતુ” કહ્યા છે.
No comments:
Post a Comment