Join WhatsApp TET Group Click Here
✰SOE-સ્કૂલ ઓફ એક્સલન્સ
✰SOEP-સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોગ્રામ
☛બજેટ 2020/21માં ગુજરાત સરકારે 500 શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવાની જાહેરાત કરી.
☛આ પ્રોગ્રામ 6 વર્ષ(2021 થી 2026) સુધીમાં કાર્યરત કરવામાં આવશે.
☛આ પ્રોગ્રામ વર્લ્ડ બેન્ક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક(AIIB)ના આર્થિક સપોર્ટથી અમલી બનશે.
☛આ પ્રોગ્રામ
“Gujarat – Outcomes for Accelerated Learning (GOAL)"
- School Education Excellence Program (SEEP)ના નામે ઓળખાશે.
✰સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોગ્રામના હેતુઓ
➣સમાજમાં સરકારી શાળાની છાપમાં સુધારો કરવો.
➣2024માં PISA(Programme for International Students Assessment) માં ભાગીદારી નોંધાવવા વિદ્યાર્થીઓમાં હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલનો વિકાસ કરવો.
➣સરકારી શાળામાં નામાંકનમાં 20%નો વધારો કરવો.
➣80% વિદ્યાર્થીઓ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પતિઓમાં સફળતા પ્રાપ્ત કરે.
➣NASના સ્કોરમાં સુધારો પ્રાપ્ત કરવો.
✰શાળા પસંદગી માટેની ત્રિ-સ્તરીય સૂચિત પ્રક્રિયા
✮ પ્રથમ સ્તર (CCC દ્વારા સંભવિત શાળાઓની સૂચિ) :-
☛નામાંકન
☛શિક્ષકોની ઉપલબ્ધતા
☛સત્રાંત પરીક્ષામાં મેળવેલ સરેરાસ ગુણ
☛વિદ્યાર્થીઓની હાજરી
☛ગુણોત્સવમાં મેળવેલ ગુણાંકન
☛વર્ગખંડ, જ્ઞાનકુંજ પ્રોજેકટ, કોમ્પ્યુટર લેબ જેવી માળખાકીય સુવિધા
✮દ્વિતીય સ્તર (જિલ્લા દ્વારા ચકાસણી અને ભલામણ) :-
☛વર્તમાનમાં ઉપલબ્ધ સંસાધનોની ગુણવત્તા.
☛ભવિષ્યમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે જમીનની ઉપલબ્ધતા.
☛આંગણવાડીઓ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ માટેની નિકટતા.
☛સમુદાયની ભાગીદારી.
✮તૃતિય સ્તર (અંતિમ શોર્ટલિસ્ટ અને પસંદગી) :-
☛જિલ્લા, વાસ્તવિક જમીની હકીકતના આધારે શાળાઓની ભલામણ કરશે.
☛ccc ફાઈનલ થયેલ (સ્કૂલ ઓફ એક્સલેન્સ) શાળાનું લિસ્ટ જાહેર કરશે.
✰સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોગ્રામ
૧)રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલેન્સ
૨)એમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલેન્સ
૩)એસ્પાયરીંગ સ્કૂલ ઓફ એક્સલેન્સ
૧)રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલેન્સ
☛દરેક તાલુકામાં ઓછામાં ઓછી એક
☛રાજ્યમાં આવી કુલ 350 શાળાઓ
☛ધોરણ 6 થી 12 સુધીની શાળાઓ
☛કન્યાઓ અને કુમારો માટે હોસ્ટેલની સુવિધા
☛300 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી શાળા.
☛પ્રવેશ પરીક્ષામાં મેળવેલ મેરીટને આધારે પ્રવેશ.
☛કન્યાઓ માટે ઓછામાં ઓછી 50% સીટો અનામત.
☛આખા રાજ્યના 250 તાલુકાના લગભગ 100,000 જેટલા વિદ્યાર્થીઓને લાભ.
☛રમતનું મેદાન અને બગીચો
☛સ્માર્ટક્લાસ
☛STEM Labs. (Science, Technology, Engineering, Mathematics પ્રયોગશાળા)
☛પુસ્તકાલય
☛કમ્પ્યૂટર લેબ
☛અંગ્રેજી ભાષા પ્રયોગશાળા
☛રમત-ગમતના સાધનો
☛વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો માટે રિસોર્સરૂમ
☛પર્યાવરણ પ્રયોગશાળા
★અસરકારક અધ્યયન અને અધ્યાપન
☛વિશિષ્ટ વિષય શિક્ષકો
☛રમત-ગમત, ચિત્ર અને સંગીતના શિક્ષકો
☛વિશિષ્ટ સૂચનાત્મક અભિગમ
☛વૈવિધ્યપૂર્ણ તાલીમ કાર્યક્રમો
★માર્ગદર્શન અને મૂલ્યાંકન
☛GSQAC (Gujarat School Quality Accreditation Council), CCC(Command and Control Center) દ્વારા દેખરેખ-નિયંત્રણ અને મૂલ્યાંકન.
☛ત્રણ વર્ષના ગાળામાં નજીકની 6 જેટલી શાળાઓ
૨)એમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલેન્સ
☛ક્લસ્ટર (crc) દીઠ સરેરાશ 2 શાળાઓ વિકસાવાસે
☛રાજ્યમાં આવી કુલ 6000 શાળાઓ
☛300 કરતાં વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાલ કાર્યરત 4059 સરકારી પ્રાથમિકઓને આવી શાળાઓમાં વિકસાવાસે
☛કરવા 150 કરતાં વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાલ કાર્યરત 1941 સરકારી પ્રાથમિકઓને પણ આવી શાળાઓમાં વિકસાવાસે.
★માર્ગદર્શન અને મૂલ્યાંકન
☛GSQAC (Gujarat School Quality Accreditation Council), CCC(Command and Control Center) દ્વારા દેખરેખ-નિયંત્રણ અને મૂલ્યાંકન.
★અસરકારક અધ્યયન અને અધ્યાપન
☛હેડ ટીચરની ભરતી કરાશે.
☛વિશિષ્ટ વિષય શિક્ષકો
☛રમત-ગમત, ચિત્ર અને સંગીતના શિક્ષકો
☛વિશિષ્ટ સૂચનાત્મક અભિગમ
☛વૈવિધ્યપૂર્ણ તાલીમ કાર્યક્રમો
✸શાળાઓનું વર્ગીકરણ
શાળાઓની શ્રેણી. શાળાઓ ની સંખ્યા
↓ ↓
૫૦૧ થી વધુ વિદ્યાર્થીઓ ૯૬૬
૩૦૧-૫૦૦ વિદ્યાર્થીઓ ૩૦૯૩
૧૫૦-૩૦૦ વિદ્યાર્થીઓ ૧૯૪૧
કુલ શાળાઓ ૬૦૦૦
૩)એસ્પાયરીંગ સ્કુલ ઓફ એક્સલેન્સ
☛રાજ્યમાં આવી 9000 સરકારી પ્રાથમિક શાળાઓ(150થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી) ઉપરાંત
☛1000 સરકારી માધ્યમિક/ઉચ્ચતર શાળાઓ અને
☛4000 ગ્રાન્ટ-ઈન-એઈડ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓ
✸સ્કૂલ ઓફ એક્સલન્સના માર્ગદર્શકો
☛BRC કે તેનાથી ઉપરની કક્ષાના કર્મચારીને સ્કૂલ ઓફ એક્સલન્સના માર્ગદર્શક તરીકે નીચે મુજબની વધારાની જવાબદારી અપાશે.
☛CCC, જિલ્લા અધિકારીઓ અને SDEનું સંકલન
☛SOEને સંબંધિત સંસાધનોની ઉપલબ્ધતાની ખાતરી.
☛SOEને શૈક્ષણિક અને વહીવટી બંને સહાયતા પૂરી પાડવી.
☛નિયમિત દેખરેખ અને સબંધિત અધિકારીઓને જાણ કરવી.
હુ આશા રાખુ છુ કે તમને ટેટ/ટાટ માટે આ SOE શાળા પ્રોગ્રામ નો લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. અમે આવું ઘણું બધું ટેટ/ટાટ ને લગતું સાહિત્ય અને રોચક માહિતી અમારા બ્લોગ ૫ર મુકતા રહીશું. જો તમને ખરેખર આ લેખમાંથી કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ તમને ઉપયોગી બન્યો હોય તો તમારા વ્હાલા મિત્રો સાથે શેયર કરવાનું ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને આવી અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડશે.
No comments:
Post a Comment